શોધખોળ કરો
Video: ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ ઝડપી સૌથી અનોખી વિકેટ, અંપાયર પણ થઈ ગયા હેરાન

નવી દિલ્હીઃ રમતના મેદાનમાં ઘણી વખત એવી ઘટનાઓ બને છે જે બધાને આશ્ચર્યમાં મુકી દે છે. આવું જ કંઈ સિડનીમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં જોવા મળ્યું. ગવર્નર જનરલ પ્લેઈંગ ઇલેવન અને ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમની વચ્ચે રમાયેલ વનડે મેચમાં કાંગારુ ટીમની ફાસ્ટ બોલર હીથર ગ્રાહમે વિચિત્ર વિકેટ લીધી. આ આઉટ બાદ બોલર, ફિલ્ડર અને ખુદ અંપાયર પણ હેરાન હતા. ઓસ્ટ્રેલિયાની બોલર હીથર ગ્રાહમે બોલ નાખ્યો જેને પર્કિનસે જોરથી હિટ કર્યો. પર્કિન્સ દ્વારા બોલને હિટ કરતાં જ મર્ટિન રન લેવા માટે દોડી પડી, પરંતુ બોલ તેના બેટથી ટકરાયો અને સીધો બોલરના હાથમાં ચાલ્યો ગયો. કેટી પર્કિન્સ કેચ આઉટ થઈ ગઈ. જે રીતે આ વિકેટ મળી તેને જોઈ ઓસ્ટ્રેલિયાના પ્લેયર્સને પણ વિશ્વાસ ન થયો. ઓસ્ટ્રેલિયન પ્લેયર્સને મફતમાં મળેલી વિકેટ બાદ હસતા જોવા મળ્યા. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ નોન-સ્ટાઇકર કેટી માર્ટિન્સ સાથે હાથ મેળવતા જોવા મળ્યા જે હસી રહી હતી. જુઓ વીડિયો....
Oh WOW! Katey Martin helps Heather Graham pick up one of the most bizarre dismissals you'll ever see in the Governor General's XI match! 😱 pic.twitter.com/fSV3GJkjyA
— Australian Women's Cricket Team 🏏 (@SouthernStars) February 28, 2019
વધુ વાંચો





















