શોધખોળ કરો
Advertisement
મુંબઈ ઈન્ડિયન્સના ક્યા બોલરે પોતાના દેશ વતી રમતાં રોહિતને આઉટ કરીને પૂછેલું, આપ કૈસે હેં?
2014માં ભારત ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયુ હતુ આ દરમિયાન ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચેની મેચમાં મિશેલ મેક્લેગને રોહિત શર્માને આઉટ કર્યા બાદ કંઇક કહ્યું હતુ, જેનો ખુલાસો તેને હવે કર્યો છે
નવી દિલ્હીઃ મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાંથી રમતા ન્યૂઝીલેન્ડના બૉલર મિશેલ મેક્લેગન આઇપીએલના સક્સેસ બૉલરોમાંનો એક છે. જ્યારે પણ મુંબઇને વિકેટની જરૂર પડે ત્યારે તે વિકેટ ઝડપી આપે છે. વર્ષ 2015થી રોહિતની ટીમમાંથી રમી રહ્યો છે. રોહિત શર્મા અને મિશેલ મેક્લેગન વચ્ચે સારી એવી બૉન્ડિંગ પણ મેદાન પર જોવા મળે છે.
મિશેલ મેક્લેગને પોતાની યાદોને તાજા કરતાં એક ટ્વીટ કર્યુ છે, જે સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યું છે. ખરેખર 2014માં ભારત ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયુ હતુ આ દરમિયાન ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચેની મેચમાં મિશેલ મેક્લેગને રોહિત શર્માને આઉટ કર્યા બાદ કંઇક કહ્યું હતુ, જેનો ખુલાસો તેને હવે કર્યો છે.
મિશેલ મેક્લેગને સોશ્યલ મીડિયા પર એક જુનો ફોટો ટ્વીટ કર્યો છે, જેના પર રોહિત શર્માએ રિપ્લાય કર્યો છે, તે મને ત્યાં બરાબર આઉટ કર્યો, પણ સમજી ન હતો શક્યો તે શું કહ્યું હતુ? આના પર મિશેલ મેક્લેગને મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો છે, તેને લખ્યુ કે, મને લાગે છે કે, તે સમયે કહ્યું હતુ, 'આપ કૈસૈ હૈં?'
How did I miss this????????? ap kaise hain????????????????? pic.twitter.com/2jT5Zo4o6F
— Harisankar (@harish_staycalm) May 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement