શોધખોળ કરો
Advertisement
મહેન્દ્ર સિંહ ધોનીએ પત્ની સાક્ષી પર લગાવ્યો આરોપ, કહ્યું- આ બધું પોતાના ફાયદા.....
વાયરલ થઈ રહેલા વીડિયોમાં ધોની સાક્ષી પર આરોપ લગાવે છે કે તે જાણી જોઈને તેનો વીડિયો બનાવે છે.
નવી દિલ્હી: મહેન્દ્રસિંહ ધોની હાલ પોતાના પરિવાર સાથે મધ્ય પ્રદેશના કાન્હા પાર્કમાં ફરવા ગયો છે. ધોનીની પત્ની સાક્ષી સોશિયલ મીડિયા ઉપર ઘણી સક્રિય રહે છે અને હંમેશા ધોનીની તસવીર અને વીડિયો શેર કરે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર સાક્ષીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે ધોની ઉપર મોટો આરોપ લગાવી રહ્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં ધોની સાક્ષી પર આરોપ લગાવે છે કે તે જાણી જોઈને તેનો વીડિયો બનાવે છે. ધોની કહે છે કે સાક્ષી આ બધુ પોતાના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ માટે કરે છે. જવાબમાં સાક્ષી કહે છે કે હું આ બધું કરું છું જેથી તમારા ફોલોઅર મને પણ એવો જ પ્રેમ કરે. હું પણ તમારો ભાગ જ છું ને. આમ પણ મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દરેક એક જ સવાલ કરે છે કે ધોની ક્યાં છે, થાલા ક્યાં છે..@msdhoni : Dekho aapne Instagram ke followers badhne ke liye, ye sab kar rahe hai... @SaakshiSRawat : All your followers love me also no.. Check out the hilarious convo here!🤣#Dhoni #Sakshi #MahiWay ❤️😇 pic.twitter.com/B0VNZ4mUOH
— MS Dhoni Fans Official (@msdfansofficial) January 30, 2020
આ અગાઉ પણ સાક્ષી એક વીડિયો શેર કરી ચુકી છે. જેમાં મહેન્દ્રસિંહ ધોની હોટલમાં ચેક ઇન કરી રહ્યો છે અને સાક્ષી સતત તેને સ્વીટી-સ્વીટી કહીને બોલાવે છે. જોકે ધોની પલટીને જોતો નથી. ધોની જેનો ચેક ઇન કરીને પાછો આવે છે તો સાક્ષી ફરી તેને સ્વીટી કહે છે. ત્યાર બાદ ધોની શરમાઈ જાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement