નવી દિલ્હી: એડિલેડના મેદાન પર ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ વનડે મેચોની સીરીઝનો બીજો મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ 6 વિકેટથી જીત હાંસલ કરી સીરીઝ 1-1 ની બરાબરી કરી લીધી છે. 299 રનનો લક્ષ્યાંકનો પીછો કરવા મેદાને ઉતરેલી ટીમ ઈન્ડિયાને શાનદાર પ્રદર્શન કર્યું હતું.
2/4
જો આઈસીસીના નિયમોની માનીએ તો ટીમને 5 રનની પેનલ્ટી લાગી શકે છે જો તેનો ખેલાડી શોર્ટ રન દોડે છે તો. જો કે આ મેચને ભારતે 4 બોલ બાકી રહેતા ધોનીની સિક્સરની મદદથી જીત મેળવી લીધી હતી.
3/4
મેચ દરમિયાન 45મી ઓવરમાં મેચ રોમાન્ચક મોડ પર હતી. ત્યારે આ ઓવરમાં નાથન લાયનના એક બોલ પર ધોનીએ ધીમેથી પૂશ કરી એક રન દોડ્યા હતા પરંતુ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ધોની ક્રીઝ સુધી પહોંચ્યા જ ન હતા અને કોઈએ નોટીસ પણ નથી કર્યું. ધોનીની આ ભૂલના કારણે ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડત.
4/4
વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી ત્યારે એમએસ ધોની પણ જૂના અંદાજમાં જોવા મળ્યો અને અણનમ 55 રન બનાવી ટીમને પોતાની જૂની સ્ટાઇલમાં જીત અપાવી હતી, પરંતુ આ મેચમાં એવું બન્યું કે જેના પર ના તો અમ્પાયર કે કેમેરાની નજર પડી ના તો વિપક્ષ ટીમની. આ મેચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયન મીડિયા અને કેટલાક ખેલાડી આ મામલાને વેગ આપી રહ્યાં છે.