(Source: ECI/ABP News/ABP Majha)
પાકિસ્તાનના આ ક્રિકેટરે પાંચમી ટેસ્ટ સદી ફટકારીને બનાવ્યો એશિયાનો ક્યો રેકોર્ડ ? ગાવસકર-પૂજારાને છોડી દીધા પાછળ.......
આ ફવાદ આલમની ટેસ્ટ કેરિયરની પાંચમી સદી છે અને તેને આ માટે 13 મેચોની 22 ઇનિંગ રમી છે.
નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ અને પાકિસ્તાન વચ્ચે જમૈકાના સબીના પાર્કમાં બે મેચોની ટેસ્ટ સીરીઝની બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. મેચના ત્રીજા દિવસે ટૉપ ઓર્ડર વિખેરાઇ જતા પાકિસ્તાનની કમાન અનુભવી બેટ્સમેન ફવાદ આલમે સંભાળી હતી. મુશ્કેલી પરિસ્થિતિઓમાં જબરદસ્ત બેટિંગ કરતા ફવાદ આલમે સદી ફટકારી અને ટીમને મજબૂતી આપી હતી.
વેસ્ટ ઇન્ડિઝના તમામ બૉલરોએ કમર કસી પરંતુ ફવાદ આલમની ઇનિંગનો અંત ના કરી શક્યા. જ્યારે પાકિસ્તાને ઇનિંગ ડિકલેર કરી ત્યાં સુધી ફવાદ આલમ 124 રન બનાવીને અણનમ રહ્યો હતો. ખાસ વાત છે કે, ફવાદ આલમ આ મેચમાં સદી ફટકારતા જ ટેસ્ટના સ્ટાર બેટ્સમેનોને પાછળ પાડી દીધા હતા. આ સાથે જ ફવાદ આલમે ચેતેશ્વર પુજારા, સૌરવ ગાંગુલી અને સુનીલ ગાવસ્કર જેવા દિગ્ગજોને પાછળ પાડી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે, આ ફવાદ આલમની ટેસ્ટ કેરિયરની પાંચમી સદી છે અને તેને આ માટે 13 મેચોની 22 ઇનિંગ રમી છે. આ રીતે તેને સૌથી ઓછી ઇનિંગ રમીને પાંચ સદી ફટકારાના મામલામાં સૌરવ ગાંગુલી, સુનીલ ગાવસ્કાર અને ચેતેશ્વર પુજારાને પાછળ પાડી દીધા છે, આને સાથે સાથે એશિયામાં આમ કરનારો પહેલો ખેલાડી પણ બની ગયો છે.
પુજારાએ પોતાની ટેસ્ટ કેરિયરમાં પહેલી પાંચ સદી ફટકારવા માટે 25 ઇનિંગ રમી, ગાંગુલીએ 24 ઇનિંગ રમી હતી, અને મહાન સુનીલ ગાવસ્કરે 25 ઇનિંગ રમી હતી. જ્યારે 35 વર્ષીય ફવાદ આલમ એકદમ ઝડપથી પાંચ સદી ફટકારી છે, અને લિસ્ટમાં એશિયાનો નંબર વન ખેલાડી બની ગયો છે.
ફવાદ આલમે આ સેન્ચરીની સાથે જ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને ટેસ્ટમાં ફટકારેલા શતકોની બરાબરી કરી લીધી છે. બાબરે જ્યાં 35 ટેસ્ટ મેચોની 62 ઇનિંગમાં પાંચ સદી ફટકારી છે, તો વળી ફવાદ આલમે માત્ર 22 ઇનિંગમાં જ આટલી સદી બનાવી દીધી છે. હંમેશા માટે બાબર આઝમની ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સાથે તુલના થતી રહે છે.