શોધખોળ કરો

Paris Olympics 2024: BCCIની મોટી જાહેરાત, પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓ માટે 8.5 કરોડ રૂપિયા આપ્યા

BCCI Paris Olympics: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ભારતીય ખેલાડીઓ માટે મોટો નિર્ણય લીધો છે. જય શાહે જાહેરાત કરી છે કે બોર્ડ 8.5 કરોડનું ફંડ આપશે.

BCCI Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક્સ 2024 24મી જુલાઈથી શરૂ થઈ રહી છે. આ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક મહત્વનો નિર્ણય લીધો છે. સેક્રેટરી જય શાહે જાહેરાત કરી છે કે BCCI ભારતીય ખેલાડીઓની મદદ માટે 8.5 કરોડ રૂપિયા આપશે. બોર્ડ આ રકમ ભારતીય ઓલિમ્પિક સંઘને આપશે. જય શાહે આ માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે.

પેરિસ ઓલિમ્પિકમાં ભારતના 117 ખેલાડીઓ ભાગ લેશે. જેમાં 70 પુરૂષ અને 47 મહિલા ખેલાડીઓ છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓની પ્રથમ મેચ 25મી જુલાઈના રોજ છે. ભારતીય ખેલાડીઓની મદદ માટે BCCIએ એક મોટું પગલું ભર્યું છે. બોર્ડ ખેલાડીઓ માટે 8.5 કરોડ રૂપિયા આપશે. જય શાહે X પર એક પોસ્ટ શેર કરીને માહિતી આપી હતી. તેણે લખ્યું, મને એ જાહેરાત કરતા ગર્વ થાય છે કે BCCI પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા અમારા એથ્લેટ્સનું સમર્થન કરશે. અમે આ અભિયાન માટે IOAને 8.5 કરોડ રૂપિયા આપી રહ્યા છીએ.

ભારત વતી સ્ટાર શટલર્સ પીવી સિંધુ, એચએસ પ્રણય, લક્ષ્ય સેન અને અશ્વિની પોનપ્પા પેરિસ ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં ભાગ લેશે. સંદીપ સિંહ, અર્જુન ચીમા શૂટિંગમાં ભાગ લેશે. સુમિત નાગલ, રોહન બોપન્ના અને એન શ્રીરામ બાલાજી ટેનિસમાં ભાગ લેશે. ભારતીય ખેલાડીઓ હોકી, ટેબલ ટેનિસ, શૂટિંગ અને બોક્સિંગ સહિતની વિવિધ રમતોમાં ભાગ લેશે.

ભારત તરફથી અમિત પંઘાલ, નિખત ઝરીન, પ્રીતિ પંવાર અને લવલીના બોર્ગોહેન બોક્સિંગમાં પોતાની તાકાત બતાવશે. ગગનજીત ભુલ્લર, શુભંકર શર્મા, અદિતિ અશોક અને દીક્ષા ડાગર ગોલ્ફમાં ભાગ લેશે. ભારતીય હોકી ટીમ પણ મેદાનમાં ઉતરશે. વિનેશ ફોગાટ, અમન સેહરાવત, અનંતા પંખાલ અને અંશુ મલિક કુસ્તીમાં ભાગ લેશે.

ખેલાડીઓની યાદીમાં સૌથી વધુ 29 (11 મહિલા અને 18 પુરૂષ) ખેલાડીઓ એથ્લેટિક્સના છે. તેમના પછી શૂટિંગ (21) અને હોકી (19) આવે છે. ભારતના 8 ખેલાડીઓ ટેબલ ટેનિસમાં ભાગ લેશે જ્યારે બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ સહિત 7 ખેલાડીઓ બેડમિન્ટનમાં ભાગ લેશે. કુસ્તી (6), તીરંદાજી (6) અને બોક્સિંગ (6) દરેક 6- ખેલાડીઓ ઓલિમ્પિકમાં તેમનો પડકાર રજૂ કરશે. આ પછી ગોલ્ફ (4), ટેનિસ (3), સ્વિમિંગ (2), સેઇલિંગ (2) આવે છે. ઘોડેસવારી, જુડો, રોઇંગ અને વેઇટ લિફ્ટિંગમાં એક-એક ખેલાડી ભાગ લેશે.

ટોપ સ્ટોરી

ઈશાન કિશન ત્રીજી T20 મેચમાંથી બહાર, વૈભવ નહીં આ ખેલાડી લેશે સ્થાન!
ઈશાન કિશન ત્રીજી T20 મેચમાંથી બહાર, વૈભવ નહીં આ ખેલાડી લેશે સ્થાન!
ભારતે ઝિમ્બાબ્વેને 121ને હરાવી શ્રેણી કરી કબ્જે, જાણો મેચના મુખ્ય ટર્નિંગ પોઇન્ટ્સ
ભારતે ઝિમ્બાબ્વેને 121ને હરાવી શ્રેણી કરી કબ્જે, જાણો મેચના મુખ્ય ટર્નિંગ પોઇન્ટ્સ
IND vs NZ 3rd T20: ટીમ ઇન્ડિયામાં થશે 2 મોટા ફેરફાર! કુલદીપ કે વરુણ, કોને મળશે પ્લેઇંગ 11માં સ્થાન?
IND vs NZ 3rd T20: ટીમ ઇન્ડિયામાં થશે 2 મોટા ફેરફાર! કુલદીપ કે વરુણ, કોને મળશે પ્લેઇંગ 11માં સ્થાન?
IND vs NZ 3rd T20I: ટીમ ઇન્ડિયા શ્રેણી જીતવા તૈયાર, જાણો ક્યારે ને ક્યાં ફ્રી જોશો લાઈવ?
IND vs NZ 3rd T20I: ટીમ ઇન્ડિયા શ્રેણી જીતવા તૈયાર, જાણો ક્યારે ને ક્યાં ફ્રી જોશો લાઈવ?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ ગણાય કે નહીં ? |
Hun To Bolish | હું તો બોલીશ | સરકારે માની ખેડૂતોની માગ ?
Hun To Bolish | હું તો બોલીશ | કોણે ફેંક્યો પડકાર ?, કોણે ઝીલ્યો પડકાર ?
Hun To Bolish | હું તો બોલીશ | આરોગ્ય મંત્રીનો આદેશ | abp Asmita
Hun To Bolish | હું તો બોલીશ | સુરતમાં વિવાદોની આગ! |

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર, અમિત શાહ વિરુદ્ધ નિવેદન આપવાનો હતો આરોપ
માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર, અમિત શાહ વિરુદ્ધ નિવેદન આપવાનો હતો આરોપ
રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી દંપત્તિએ કર્યો આપઘાત: રોજનું 42 હજાર વ્યાજ વસૂલતા હોવાનો આરોપ
રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી દંપત્તિએ કર્યો આપઘાત: રોજનું 42 હજાર વ્યાજ વસૂલતા હોવાનો આરોપ
Uttar Pradesh: રાહુલ ગાંધીના કાફલાની ગાડીઓને નડ્યો અકસ્માત,અનેક લોકો ઘાયલ
Uttar Pradesh: રાહુલ ગાંધીના કાફલાની ગાડીઓને નડ્યો અકસ્માત,અનેક લોકો ઘાયલ
2 વર્ષની બાળકીએ તબલા વગાડી લોકોને કર્યા મંત્રમુગ્ધ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું નામ
2 વર્ષની બાળકીએ તબલા વગાડી લોકોને કર્યા મંત્રમુગ્ધ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું નામ
ઈશાન કિશન ત્રીજી T20 મેચમાંથી બહાર, વૈભવ નહીં આ ખેલાડી લેશે સ્થાન!
ઈશાન કિશન ત્રીજી T20 મેચમાંથી બહાર, વૈભવ નહીં આ ખેલાડી લેશે સ્થાન!
PM મોદીના પિતા પર ખડગેની ટિપ્પણી બાદ બબાલ, નોંધાઈ ફરિયાદ, આજે ભાજપનું દેશભરમાં પ્રદર્શન
PM મોદીના પિતા પર ખડગેની ટિપ્પણી બાદ બબાલ, નોંધાઈ ફરિયાદ, આજે ભાજપનું દેશભરમાં પ્રદર્શન
શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી પણ ધડામ
શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી પણ ધડામ
Ahmedabad: ખરાબ રોડ રસ્તાની ફરિયાદ બાદ એક્શનમાં સરકાર, જાહેર કરી નવી SOP
Ahmedabad: ખરાબ રોડ રસ્તાની ફરિયાદ બાદ એક્શનમાં સરકાર, જાહેર કરી નવી SOP
Embed widget