શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કેપ્ટન સરફરાઝની કરી હકાલપટ્ટી, જાણો કોના હાથમાં સોંપાઈ કમાન ?
પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન સરફરાઝ અહેમદને ક્રિકેટના ત્રણેય ફોર્મેટની કેપ્ટન્સીમાંથી PCBએ હટાવ્યો છે.
ઈસ્લામાબાદ: પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન સરફરાઝ અહેમદને ક્રિકેટના ત્રણેય ફોર્મેટની કેપ્ટન્સીમાંથી PCBએ હટાવ્યો છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો જ્યારે પાકિસ્તાન હાલમાં જ પોતાના ઘરમાં શ્રીલંકા સામે ત્રણ મેચની સીરીઝ 3-0થી હારનો સામનો કર્યો છે.આ વર્ષ પાકિસ્તાન ક્રિકેટ માટે ખૂબ નિરાશાજનક રહી છે. ટેસ્ટમાં અઝહર અલી અને ટી-20 માં બાબર આઝમ પાકિસ્તાનના કેપ્ટન હશે.
વર્ષની શરૂઆતમાં જ સાઉથ આફ્રીકાના હાથે ક્લીન સ્વીપ મળી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા પણ તેને 5-0થી હારાવ્યું. વિશ્વકપમાં પણ તેઓ સારૂ પ્રદર્શન નથી કરી શક્યા. ખરાબ પ્રદશર્ન દરમિયાન સરફરાઝ અહમદ કેપ્ટનશીપમાં તો હેરાન થયા સાથે બેટિંગમાં પણ તે સારૂ પ્રદર્શન ન કરી શક્યા. તેણે 50 વન ડેમાં પાકિસ્તાન તરફથી કેપ્ટનશીપ કરી અને 5 અડધી સદીની મદદથી 804 રન બનાવ્યા. તેના નેતૃત્વમાં રમાયેલ 50 વન ડે મેચમાં 28માં પાકિસ્તાનને જીત અપાવી છે. ટેસ્ટની વાત કરવામાં આવે તો 13 મેચમાંથી 4માં સરફરાઝે જીત અપાવી છે. જ્યારે ટી20માં પાકિસ્તાન તેની કેપ્ટનશીપમાં 37 મેચમાંથી 29માં જીત મેળવી છે. ટેસ્ટમાં અઝહર અલી અને ટી-20 માં બાબર આઝમ પાકિસ્તાનના કેપ્ટન હશે.JUST IN: Sarfaraz Ahmed has been removed as Pakistan's Test and T20I captain. Azhar Ali and Babar Azam will replace him. pic.twitter.com/3OhXWYbrCG
— ICC (@ICC) October 18, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement