શોધખોળ કરો
ICC ટેસ્ટ રેંકિંગમાં અશ્વિન નંબર વન બૉલર, જાણો ટૉપ 10માં કોણે મળ્યું સ્થાન

દુબઈ: ન્યુઝીલેંડ વિરુદ્ધ સીરિઝની છેલ્લી ટેસ્ટમેચમાં કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ભારતના સ્ટાર સ્પિનર બોલર રવિચંદ્રન અશ્વિન આઈસીસીની તૈયાર કરેલી યાદીમાં બોલરોની રેંકિંગમાં ફરીથી ટૉપ પર પહોંચી ગયો છે. અશ્વિને હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં થયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં કુલ 13 વિકેટ ઝડપી, જેના લીધે ભારતે કિવી ટીમને 321 રનોથી જીત મેળવી સીરિઝ 3-0થી જીતી હતી. અશ્વિને ટેસ્ટ કરિયરમાં તેની સાથે કુલ 220 વિકેટ ઝડપી છે. કરિયરની શરૂઆતમાં 39 ટેસ્ટ મેચ રમીને કોઈ બોલર દ્વારા ઝડપેલી વિકેટોમાં આ સંખ્યા સૌથી વધુ છે. ઈંદોર ટેસ્ટ પહેલા અશ્વિન આઈસીસી ટેસ્ટ બોલરની રેંકિંગમાં ત્રીજા સ્થાને હતો અને આ ટેસ્ટમાં પોતાના શાનદાર પ્રદર્શનના કારણે તેને ઈંગ્લેંડના જેમ્સ એંડરસન અને દક્ષિણ આફ્રિકાના ડેલ સ્ટેનને પછાડીને ટૉપનું સ્થાન મેળવ્યું હતું. ICC ટેસ્ટ બોલરોના રેંકિંગની વાત કરીએ તો ઈંદોર ટેસ્ટમાં 188 રનોની પારી રમનાર અજિંક્ય રહાણેએ કેરિયરની સર્વશ્રેષ્ઠ રેંકિંગ મેળવી હતી. રહાણે બુધવારે જાહેર થયેલી આઈસીસી ટેસ્ટ બોલરોની રેંકિંગમાં પાંચ સ્થાનની છલાંગ લગાવીને છઠ્ઠા નંબરે પહોંચી ગયો હતો. ચેતેશ્વર પુજારા અને ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની રેંકિંગમાં પણ ફાયદો થયો છે. ત્રણ મેચોની ટેસ્ટ સીરિઝમાં ત્રણ અડધી સદી અને એક સદી ફટકારનાર પુજારા એક સ્થાન ઉપર આવીને 14મા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે ઈંદોરમાં 211 રનોની ઈનિંર રમનાર કોહલી ચાર સ્થાન ઉપર આવીને 16મા સ્થાને પહોંચી ગયો છે. ICC ટેસ્ટ રેંકિંગ ખેલાડીઓની યાદીમાં રવિંદ્ર જાડેજા કરિયરના સર્વશ્રેષ્ઠ ત્રીજા નંબરે છે.
વધુ વાંચો





















