શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રણજી ટ્રોફી ફાઈનલઃ ત્રીજા દિવસના અંતે બંગાળ 134/3, સૌરાષ્ટ્રથી 291 રન પાછળ
ત્રીજા દિવસે સવારે સૌરાષ્ટ્રની ટીમ 425 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. ધર્મેન્દ્ર સિંહ જાડેજા 33 રને નોટ આઉટ રહ્યો હતો.
રાજકોટઃ સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે રણજી ટ્રોફી 2019-20ની ફાઇનલ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ચાલી રહી છે. ત્રીજા દિવસના અંતે બંગાળે તેની પ્રથમ ઈનિંગમાં 3 વિકેટના નુકસાન પર 134 રન બનાવી લીધા છે. સુદીપ ચેટર્જી 145 બોલમાં 47 રને અને રિદ્ધીમાન સાહા 43 બોલમાં 4 રને રમતમાં છે. સૌરાષ્ટ્ર તરફથી ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રેરક માંકડ, ચિરાગ જાનીને 1-1 સફળતા મળી હતી. બંગાળની ટીમ હજુ સૌરાષ્ટ્રથી 291 રન પાછળ છે.
ત્રીજા દિવસે સવારે સૌરાષ્ટ્રની ટીમ 425 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. ધર્મેન્દ્ર સિંહ જાડેજા 33 રને નોટ આઉટ રહ્યો હતો. કેપ્ટન જયદેવ ઉનડકરે 11મા ક્રમે ઉતરીને 20 રનનું યોગદાન આપ્યું હતું.
બીજા દિવસના અંતે સૌરાષ્ટ્રે 8 વિકેટના નુકસાન પર 384 રન બનાવ્યા બીજા દિવસે સૌરાષ્ટ્રે ધીમી બેટિંગ કરી હતી. બીજા દિવસની રમતમાં સૌરાષ્ટ્રે 3 વિકેટના નુકસાન પર 178 રન બનાવ્યા હતા. જેના કારણે મેચ જોવા આવેલા પ્રેક્ષકો પણ નિરાશ થયા હતા.It's Stumps on Day 3⃣ of the @paytm #RanjiTrophy 2019-20 #Final.
Scorecard ????https://t.co/LPb46JOjje#SAUvBEN pic.twitter.com/dYrjccmnRt — BCCI Domestic (@BCCIdomestic) March 11, 2020
અર્પિત વસાવડાએ 287 બોલમાં 106 રન અને ચેતેશ્વર પુજારાએ 237 બોલમાં 66 રન બનાવ્યા હતા. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 142 રનની પાર્ટનરશિપ કરી હતી. બંગાળ તરફથી અક્ષ દીપને 3 સફળતા મળી હતી. જ્યારે શહબાઝ અહમદ તથા મુકેશ કુમારને 2-2 અને ઈશાન પોરેલને 1 સફળતા મળી હતી. પ્રથમ દિવસે રાજકોટના કેપ્ટન જયદેવ ઉનડકટે ટૉસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો હતો. દિવસના અંતે સૌરાષ્ટ્રનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 206 રન હતો. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર ચેતેશ્વર પુજારા છઠ્ઠા ક્રમે રમવા આવ્યો હતો. પરંતુ 24 બોલનો સામનો કર્યા બાદ તબિયત ખરાબ થતાં મેદાન છોડીને જતો રહ્યો હતો. કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ બનાવાયા ડીકે શિવકુમાર, અન્ય હોદ્દેદારોની પણ થઈ જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન IND vs SA: પ્રથમ વન ડેમાં આ 11 ખેલાડી સાથે મેદાનમાં ઉતરી શકે છે કોહલી, જાણો કોને મળશે સ્થાન જ્યોતિરાદિત્ય સિંધિયા BJPમાં સામેલ થયા બાદ શિવરાજ સિંહ ચૌહાને કહ્યું- ‘સ્વાગત છે મહારાજ, સાથે છે શિવરાજ’ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ છોડવાના કયા ત્રણ કારણો જણાવ્યા ? જાણો વિગતેWATCH: Talk about a stroke of luck!
Manoj Tiwary gets a reprieve as Chirag Jani oversteps. ???? Here's what happened ???? https://t.co/wuDrP0aB1J@paytm #RanjiTrophy #Final #SAUvBEN pic.twitter.com/HmhyI6IhOC — BCCI Domestic (@BCCIdomestic) March 11, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion