શોધખોળ કરો
Advertisement
પહેલા મને પાંડા કહીને બોલાવતા, હવે માચો કહે છે, કોહલીની ટીમમાંથી કરી દીધો હતો બહારઃ સરફરાઝ ખાન
વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી આઈપીએલ ટીમ આરસીબીએ મને ટીમમાંથી બહાર કર્યો ત્યારે હું તૂટી ગયો હતો પરંતુ હાર નહોતી માની.
નવી દિલ્હીઃ આઈપીએલનો યુવા ખેલાડી અને હાલ રણજી ટ્રોફીમાં મુંબઈ તરફથી રમી રહેલા સરફરાઝ ખાને બીજી બેવડી સદી ફટકારી છે. આ મેચ પહેલા તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, જ્યારે વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી આઈપીએલ ટીમ આરસીબીએ મને ટીમમાંથી બહાર કર્યો ત્યારે હું તૂટી ગયો હતો પરંતુ હાર નહોતી માની.
રણજી ટ્રોફીમાં સારા ફોર્મમાં છે ખાન
22 વર્ષીય સરફાઝ ખાને સોમવારે હિમાચલ પ્રદેશ સામે 199 બોલમાં બેવડી સદી ફટકારી હતી. આ મેચ પહેલા તેણે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઉત્તર પ્રદેશ સામે ત્રેવડી સદી ફટકારી હતી. થોડા વર્ષો પહેલા કોહલીએ તેના ભારેખમ શરીરના કારણે ટીમમાંથી બહાર કરી દીધો હતો. આરસીબીના કેપ્ટન કોહલીએ તેને સલાહ આપી કે, પહેલા ફિટ થઈ જા અને ફરી ટોપ લેવના ક્રિકેટ માટે ટ્રાયલ આપી દે.
તારી સ્કીલ પર ભરોસો છેઃ કોહલી
આ વાતને લઈ સરફરાઝે કહ્યું, હું 2016માં આરસીબીમાંથી ફિટનેસના કારણે ડ્રોપ કરવામાં આવ્યો હતો. કોહલીએ મને સ્પષ્ટ કહ્યું હતું, તારી સ્કીલ પર ભરોસો છે પરંતુ તારી ફિટનેસ બાધા રૂપ છે.જે બાદ મેં મારી ફિટનેસ પર ખૂબ કામ કર્યું, ખાવા-પીવાની આદત બદલી. મીડાઈને અડવાનું પણ બંધ કરી દીધું. હવે આ બધાની અસર મારી બેટિંગમાં જોવા મળી રહી છે.
હવે પાંડામાંથી બની ગયો છુ માચો
સરફરાઝ ખાને કહ્યું, પહેલા મારી ટીમના ખેલાડીઓ મને પાંડા કહીને બોલાવતા હતા પરંતુ હવે માચો કહી બોલાવે છે. ગત વર્ષના ફોર્મના આધારે આઈપીએલ ટીમ કિંગ્સ ઇલેવન પંજાબે ચાલુ સીઝન માટે રિટેન કર્યો છે.
ધોનીને મિસ કરે છે ટીમ ઈન્ડિયા, બસની સીટ આજે પણ છે ખાલી, જુઓ તસવીર
મારુતિ સુઝુકીએ આપ્યો ઝટકો, કારની કિંમતમાં કર્યો 10,000 રૂપિયા સુધીનો વધારો
પંતના બચાવમાં આવ્યો ઓસ્ટ્રેલિયાનો પૂર્વ દિગ્ગજ બેટ્સમેન, કહ્યું- જલદી કરશે વાપસી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આરોગ્ય
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion