શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ધોનીની વાપસી પર સુનીલ ગાવસ્કરે કહ્યુ- ટીમ આગળ વધી ચૂકી છે, તે સંન્યાસ લઇ લેશે
ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે કહ્યુ કે, તે પોતે ધોનીને આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વર્લ્ડકપમાં રમતો જોવા માંગે છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પોતાની અંતિમ ઇન્ટરનેશનલ મેચ જૂલાઇ 2019માં રમી હતી. ન્યૂઝિલેન્ડ વિરુદ્દ રમાયેલી વર્લ્ડકપ સેમિફાઇનલની મેચમાં ધોની 50 રન બનાવી રન આઉટ થયો હતો. આ મેચમાં હાર બાદ ટીમ ઇન્ડિયા ટુનામેન્ટમાંથી બહાર થઇ ગઇ હતી. ત્યારથી ધોનીના ટીમ ઇન્ડિયામાં ભવિષ્યને લઇને ચર્ચા ચાલી રહી છે. ધોનીએ ક્યારેય આ અંગે નિવેદન આપ્યું નથી. પરંતુ હવે ધોનીની ટીમ ઇન્ડિયામાં વાપસીની સંભાવનાઓ કમજોર પડી રહી છે.
ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે કહ્યુ કે, તે પોતે ધોનીને આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વર્લ્ડકપમાં રમતો જોવા માંગે છે.સાથે એ વાતની પણ શંકા વ્યક્ત કરી હતી કે ધોનીને ટી-20 વર્લ્ડકપમાં ભાગ્યે જ એન્ટ્રી મળી શકે છે.
સુનીલ ગાવસ્કરે કહ્યુ કે, હું ધોનીને વર્લ્ડકપ ટી-20માં રમતો જોવા માંગુ છું. પરંતુ એવું થઇ શકે તેમ લાગી રહ્યું નથી. ટીમ તેનાથી આગળ વધી ગઇ છે. ધોની એ લોકોમાં નથી જે મોટી જાહેરાતો કરતા હોય છે. એટલા માટે મને લાગે છે કે ધોની ચૂપચાપ રીતે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ લઇ લેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion