પંતે 117 બૉલમાં પોતાની કેરિયરની ટેસ્ટમાં પહેલી સદી જ ન હતી બનાવી પણ ઇંગ્લેન્ડની ધરતી પર વિકેટકીપર તરીકે ઇતિહાસ રચી દીધો હતો ભારત 1932થી ઇંગ્લેન્ડમાં ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યું છે. આ 86 વર્ષમાં ત્યાંની ધરતી પર સદી ફટકારનારો તે પહેલો વિકેટકીપર બન્યો હતો.
3/7
આ અગાઉ તેને ગયા વર્ષે ઇંગ્લેન્ડની ધરતી પર ઓવેલ ટેસ્ટમાં સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો હતો, તે મેચમાં પંતે 146 બૉલમાં 114 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 15 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા.
4/7
એટલું જ નહીં SENA (South Africa, England, Newzealand, Australia) દેશોની ધરતી પર પંતનું ટેસ્ટમાં આ બીજુ શતક છે.
5/7
ભારત 1947થી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યું છે. આ 72 વર્ષમાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર સદી ફટકારનારો પહેલો વિકેટકીપર બની ગયો છે. આ કારનામુ ધોની પણ નથી કરી શક્યો. રીષભ પંતે માર્નસ લાબુશેનના બૉલ પર ચોગ્ગો ફટકારી સદી પુરી કરી હતી.
6/7
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડની ટેસ્ટના બીજા દિવસે રીષભ પંતે ધમાકેદાર અંદાજમાં પોતાની ટેસ્ટ કેરિયરની બીજી સદી ફટકારી, પંતે આ માત્ર 137 બૉલમાં પોતાની કેરિયરની જ સદી નથી ફટકારી, પણ વિકેટકીપર તરીકે ઓસ્ટ્રેલિયાની જમીન પર ઇતિહાસ રચી દીધો છે.
7/7
નવી દિલ્હીઃ માત્ર 8મી ટેસ્ટ રમી રહેલા 20 વર્ષીય યુવા ખેલાડી રીષભ પંતે તે કરી બતાવ્યુ છે, જે ભારતનો કોઇપણ વિકેટકીપર બેટ્સમેને નથી કરી શક્યો, મહેન્દ્ર સિંહ ધોની પણ નહીં.