શોધખોળ કરો
INDvsBAN: રોહિત શર્માએ તોડ્યો વિરાટ કોહલીનો આ મોટો રેકોર્ડ, જાણો
રોહિત શર્માએ 8 રન બનાવતા જ કોહલીનો રેકોર્ડ તુટી ગયો છે.

નવી દિલ્હી: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ત્રણ ટી-20 સીરિઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. બાંગ્લાદેશે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું છે. ટીમ ઈન્ડિયાએ 10.3 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 71 રન બનાવી લીધા છે. આ મેચમાં રોહિત શર્માએ અંતરરાષ્ટ્રીય ટી20માં સૌથી વધુ રનનો વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. રોહિત શર્માએ 8 રન બનાવતા જ કોહલીનો રેકોર્ડ તુટી ગયો છે. રોહિત 10 રન બનાવી આઉટ થયો હતો. રોહિત શર્મા 91 ઈનિંગમાં 2452 રન સાથે ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બની ગયો છે. ટી-૨૦ આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં 67 ઇનિંગમાં 2450 રન સાથે કોહલી પ્રથમ ક્રમે હતો. જ્યારે 90 ઈનિંગમાં 2443 રન સાથે રોહિત શર્મા બીજા ક્રમ પર હતો. 76 ઈનિંગમાં 2285 રન સાથે ન્યૂઝિલેન્ડનો ગપ્ટીલ ત્રીજા ક્રમે છે. 104 ઈનિંગમાં 2263 રન સાથે પાકિસ્તાનનો શોએબ મલિક ચોથા ક્રમે છે. ન્યૂઝિલેન્ડનો મેક્કુલમ 70 ઈનિંગમાં 2140 રન સાથે પાંચમાં ક્રમે છે.
વધુ વાંચો





















