શોધખોળ કરો
Advertisement
IPL Auction 2021: રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ખરીદ્યા બે સૌથી મોંઘા ખેલાડી, જાણો RCBની ફૂલ ટીમ વિશે
આ વખતે IPL હરાજી પહેલા RCBએ 10 ખેલાડીઓને રિલીઝ કર્યા હતા. હરાજી દરમિયાન RCBએ કુલ 8 ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.
નવી દિલ્હી: ચેન્નઈમાં યોજાયેલી ખેલાડીઓની હરાજી દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઇપીએલ સીઝન 14 માટે તેમની ટીમમાં બે સૌથી મોંઘા ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. આ વર્ષે મોંઘા ખેલાડીઓની યાદીમાં સમાવવામાં આવેલા ન્યુઝીલેન્ડના કાયલ જેમિસન અને ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ રોયલ ચેલેન્જર્સની જર્સીમાં રમતો જોવા મળશે.
આ વખતે IPL હરાજી પહેલા RCBએ 10 ખેલાડીઓને રિલીઝ કર્યા હતા. હરાજી દરમિયાન RCBએ કુલ 8 ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. જેમાં કાઈલ જેમીસન(15 કરોડ) અને મેક્સવેલને(14.25) કરોડમાં ખરીદ્યા હતા. તે સિવાય ડેન ક્રિશ્ચિયન(4.80 કરોડ), સચિન બેબી, રજત પાટીદાર, મોહમ્મદ અઝહરુદ્દીન, સુયશ પ્રભુદેસાઈ, કોના શ્રીકર ભરતને 20 લાખની બેઝ પ્રાઈઝ પર ખરીદ્યા હતા.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનાર મોહમ્મદ અઝહરુ્દીન પર પણ RCBએ દાવ લગાવ્યો હતો. અઝહરુદ્દીને હાલમાં જ 37 બોલમાં સદી ફટકારી સૌને ચોંકાવી દીધાં હતા. મુંબઈ વિરુદ્ધ તેણે 54 બોલમાં 137 રન બનાવ્યા હતા.
RCB full squad: વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ, યુઝવેન્દ્ર ચહલ, દેવદત્ત પડિક્કલ, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, આદમ ઝંપા, શાહબાઝ અહમદ, જોશ ફિલિપ, ક્રિશ રિચર્ડસન, પવન દેશપાંડે, ગ્લેન મેક્સવેલ, સચિન બેબી, રજત પાટીદાર, કાઈલ જેમિસન, ડેન ક્રિશ્ચિયન, કે.એસ.ભરત, મોહમ્મદ અઝહરુદ્દીન, ડેનિયલ સમ્સ, સુયશ પ્રભુદેસાઈ, હર્ષલ પટેલ, કેન રિચર્ડસન.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement