શોધખોળ કરો
સચિને કોહલી અને ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયામાં આપ્યો જીતનો ગુરુમંત્ર, જાણો શું કહ્યું
1/4

તેણે એમ પણ કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં શરૂઆતની 30-35 ઓવર ખૂબ મહત્વની હોય છે. બોલ નવો હોવાના કારણે સ્વિંગ થાય છે. બાદમાં થોડો નરમ પડે છે અને ફાસ્ટ બોલરોને પિચથી ઓછી મદદ મળે છે. ઉલેલખનીય છે પૃથ્વી શૉ પ્રેક્ટિસ મેચમાં ઇજાગ્રસ્ત થતાં ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગની સમસ્યા ઉભી થઈ છે. કેએલ રાહુલ, મુરલી વિજય અને રોહિત શર્મા પૈકી ટીમ ઈન્ડિયા કોને ઓપનિંગમાં મોકલે છે તે જોવું રહ્યું.
2/4

45 વર્ષીય માસ્ટર બ્લાસ્ટરે કહ્યું કે, તમે ક્યાં રમી રહ્યા છો તેના પર બધુ નિર્ભર હોય છે. મેં ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા કહ્યું હતું કે શરૂઆતની 40 ઓવર મહત્વની હોય છે. કારણકે તે બાદ બોલ નરમ પડવા લાગે છે. બોલ સ્વિંગ થાય છે પરંતુ તમારી પાસે ક્રિઝ પર ઉભા રહેવાનો સમય હોય છે. જ્યારે બોલ નવો હોય ત્યારે તમારી પાસે ક્રીઝ પર ઉભા રહેવાનો ઓછો સમય રહે છે.
Published at : 03 Dec 2018 04:19 PM (IST)
View More





















