ભારતે અત્યાર સુધી દુનિયામાં સૌથી વધુ 949 વનડે મેચ રમી છે. 950 વનડે મેચ રમવા માટે ભારતને માત્ર એક મેચ રમવાની છે. 21 ઓક્ટોબરે વિશાખાપટ્ટનમાં વેસ્ટ ઇન્ડિઝ સામે રમાનારી બીજી વનડે બાદ ટીમ ઇન્ડિયા ટૉપ પર આવી જશે, આની સાથે જ ભારત 950 મેચ રમનારો પહેલો દેશ બની જશે.
2/4
3/4
આ લિસ્ટમાં બીજા નંબરે ઓસ્ટ્રેલિયા (916 વનડે) છે. ભારત અને ઓસ્ટ્રેલિયા સિવાય બીજા કોઇપણ દેશે 900 વનડે મેચ નથી રમી. આમ તો પાકિસ્તાન (899 વનડે) આની ખુબ નજીક છે અને આ જ મહિને પોતાની 900મી વનડે રમી લેશે.
4/4
નવી દિલ્હીઃ ભારત આજે વિન્ડિઝ સામે પોતાની બીજી વનડે મેચ રમશે, વિશાખાપટ્ટનમના મેદાનમાં ઉતરતાની સાથે ટીમ ઇન્ડિયા વનડે ક્રિકેટની બાદશાહ બની જશે, એટલે કે ભારતીય ટીમ સૌથી વધુ વનડે રમવાવાળી ઐતિહાસિક ટીમ બની જશે. આ લિસ્ટમાં ભારતીય ટીમ સૌથી પહેલા ક્રમે આવી જશે.