શોધખોળ કરો
Advertisement
'મને ગમે તે નંબર પર મોકલો હું બેટિંગ કરવા તૈયાર છું', કયા યુવા બેટ્સમેને આપ્યુ નિવેદન
શ્રેયસ અય્યરે કહ્યું કે આ મુદ્દે મેનેજમેન્ટનો છે, મને જવાબદારી સોંપવામાં આવશે તો હું લઇશ. ઉલ્લેખનીય છે કે પંત અને રાહુલ જવા બેટ્સમેનો હાલમાં ચોથા નંબર માટે બેટિંગ કરી રહ્યાં છે
નવી દિલ્હીઃ ભારતીય ટીમ હાલમાં નંબર ચારની પૉઝિશન માટે યોગ્ય બેટ્સમેનની ખોટ પુરવા માટે મહેનત કરી રહી છે, ત્યારે આવા સમયે યુવા બેટ્સમેન શ્રેયસ અય્યરે મોટુ નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે. શ્રેયસ અય્યર કહ્યું કે મને ટીમમાં ગમે તે નંબર પર બેટિંગ માટે મોકલો હું યોગ્ય બેટિંગ કરીશ.
શ્રેયસ અય્યરે બીજી વનડેમાં જબરદસ્ત બેટિંગ કરતાં બધાનું ધ્યાન ખેંચ્યુ છે. મુંબઇના 24 વર્ષીય યુવા બેટ્સમેન શ્રેયસ અય્યરે વેસ્ટ ઇન્ડિઝ સામે તાબડતોડ બેટિંગ કરતાં 68 બૉલમાં 71 રન બનાવ્યા હતા, જેમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગો સામેલ હતો. શ્રેયસ અય્યરની બેટિંગથી હવે નંબર ચારની પૉઝિશન ભરવા પર સૌની નજર છે.
શ્રેયસ અય્યરે મોટુ નિવેદન આપતા કહ્યું કે મને ટીમ ઇન્ડિયામાં ગમે તે નંબર પર બેટિંગ કરવા મોકલશો તો હુ મારી ક્ષમતા પ્રમાણે બેટિંગ કરીને બતાવીશ.
જોકે, ચોથા નંબરની પૉઝિશન માટે પુછવામાં આવ્યુ તો શ્રેયસ અય્યરે કહ્યું કે આ મુદ્દે મેનેજમેન્ટનો છે, મને જવાબદારી સોંપવામાં આવશે તો હું લઇશ. ઉલ્લેખનીય છે કે પંત અને રાહુલ જવા બેટ્સમેનો હાલમાં ચોથા નંબર માટે બેટિંગ કરી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
દેશ
Advertisement