શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
....તો શું ધોની હવે લઇ લેશે નિવૃત્તી? આ દિગ્ગજ ક્રિકેટરે આપ્યા સંકેત
પૂર્વ ભારતીય વિકેટકીપર કિરમાણીએ ધોની વિશે વાત કરતા જણાવ્યું કે, આવું કોઇ પ્રથમવાર નથી બની રહ્યું.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તીને લઈને સતત ચર્ચાઓ ચાલતી રહે છે. ક્રિકેટના જાણકાર અને પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ પોત પોતાનો મત આ મામલે આપી રહ્યા છે. પૂર્વ ભારતીય વિકેટકીપર સૈયદ કિરમાણીએ ધોનીની નિવૃકત્તી અને તેના ખાલી થનાર સ્થાનને લઈને પોતાનો મત વ્યક્ત કર્યો છે.
પૂર્વ ભારતીય વિકેટકીપર કિરમાણીએ ધોની વિશે વાત કરતા જણાવ્યું કે, આવું કોઇ પ્રથમવાર નથી બની રહ્યું. પહેલા પણ આવું બનતું રહ્યું છે જ્યારે મોટા ખેલાડીઓની કારકિર્દીના છેલ્લા સમયે આ પ્રકારની ચર્ચાઓ થતી હોય છે. વિકેટકીપર્સ વિશે તો આવું થતું જ રહ્યું છે અને એ સવાલ પણ સામે આવોત જ હોય છે કે તેનું સ્થાન કોણ લશે.
કિરમાણીએ કહ્યું, ’ફારૂખ એન્જીનિયર જ્યારે પોતાના સમયે કારકિર્દીના અંતિમ તબક્કામાં હતા ત્યારે પણ તેમના વિશે આ પ્રકારના સવાલો પૂછવામાં આવતા હતા કે તેમના પછી કોણ? તેમના દ્વારા ક્રિકેટમાથી નિવૃત્તી લીધા બાદ સૈયદ કિરમાણી, કિરણ મોરે અને મહેન્દ્ર સિંહ ધોની આવ્યા.’
ધોનીને નિવૃત્તી બાદ ચિંતા ન કરવાની સલાહ આપતા કિરમાણીએ કહ્યું,”આપણી પાસે ત્રણ-ચાર ટેલેન્ટેડ ક્રિકેટર છે તો કોઇને કોઇ તેમનું સ્થાન જરૂરથી લેશે. ક્રિકેટમાં વિકેટકીપિંગ કોઇ સરળ કામ નથી. આ ટીમ માટે ખુબ જ મહત્વનું અને મુ્શ્કેલીભર્યું છે. એવું નથી કે માત્ર હાથમાં ગ્લોબ્સ પહેરી લેવાથી કોઇ પણ વ્યક્તિ વિકેટકીપર બની જાય.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion