શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સૌરવ ગાંગુલી બન્યા BCCI અધ્યક્ષ, AGMમાં થઇ સત્તાવાર જાહેરાત
સૌરવ ગાંગુલીને નિર્વિરોધ આ પદ માટે સિલેક્ટ કરવામાં આવ્યા, ગાંગુલીએ 14 ઓક્ટોબરે પોતાનુ નામાંકન ભર્યુ હતુ, તેમના વિરુદ્ધ કોઇ અન્ય સભ્ય રેસમાં ન હતુ
મુંબઇઃ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને ઔપચારિક રીતે ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ (બીસીસીઆઇ)ના અધ્યક્ષ સિલેક્ટ કરી દેવામાં આવ્યા છે. બુધવારે 23 ઓક્ટોબરે મુંબઇમાં બીસીસીઆઇના હેડક્વાર્ટરમાં થયેલી વાર્ષિક સામાન્ય બેઠક (એજીએમ)માં આની જાહેરાત કરવામાં આવી હતી. આની સાથે લગભગ 3 વર્ષથી ચાલી આવતી પ્રશાસકોની સમિતિ (સીઓએ)નો કાર્યકાળ પણ પુરો થઇ ગયો છે.
સૌરવ ગાંગુલીને નિર્વિરોધ આ પદ માટે સિલેક્ટ કરવામાં આવ્યા, ગાંગુલીએ 14 ઓક્ટોબરે પોતાનુ નામાંકન ભર્યુ હતુ, તેમના વિરુદ્ધ કોઇ અન્ય સભ્ય રેસમાં ન હતુ.
ગાંગુલી ઉપરાંત જય શાહ, જયેશ જ્યોર્જ અને અરુણ ધૂમલને પણ બોર્ડના પદાધિકારીઓ તરીકે નિર્વિરોધ સિલેક્ટ કરવામાં આવ્યા છે.
ગાંગુલીનો કાર્યકાળ લગભગ 10 મહિનાનો રહેશે, બીસીસીઆઇના નવા બંધારણના કારણે તેને જુલાઇ 2020માં પોતાનુ પદ છોડવુ પડશે, ત્યારબાદ તે 3 વર્ષ સુધી ‘કૂલિંગ ઓફ’ના સમયમાંથી પસાર થશે.It's official - @SGanguly99 formally elected as the President of BCCI pic.twitter.com/Ln1VkCTyIW
— BCCI (@BCCI) October 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion