શોધખોળ કરો
Advertisement
વિરાટ પાસેથી છીનવાયો ટેસ્ટમાં નંબર વન બેટ્સમેનનો તાજ, સ્મિથ બન્યો ટેસ્ટમાં બેસ્ટ
જો સ્મિથ એશીઝની બચેલી બન્ને ટેસ્ટ મેચોમાં શાનદાર ઇનિંગ રમી લે છે તો નંબર વનની પૉઝિશન પર પોતાની સ્થિતિ મજબૂત કરી લેશે. આ લિસ્ટમાં ત્રીજા સ્થાને ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન છે
નવી દિલ્હીઃ આઇસીસી ટેસ્ટ બેટ્સમેનના રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ નંબર વનની પૉઝિશન પર પહોંચી ગયો છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીથી તે એક પૉઇન્ટ આગળ નીકળી ગયો છે, સાથે કોહલી લાંબા સમય બાદ નંબર વનના સ્થાન પરથી ખસકી ગયો છે.
કોહલીનું નંબર વનની પૉઝિશન પરથી નીચે ખસકી જવાનું કારણ એ છે કે, તે વેસ્ટ ઇન્ડિઝ સામેની સીરીઝની બીજી ટેસ્ટની બીજી ઇનિંગમાં પહેલીજ બૉલ પર શૂન્ય રને આઉટ થઇ ગયો હતો, અને આના કારણે જ તેને નંબર વનની પૉઝિશન ગુમાવી છે.
સ્મિથે હાલની એશીઝ સીરીઝમાં પહેલી બે ટેસ્ટ મેચોમાં જબરદસ્ત બેટિંગ કરી હતી, જોકે, ત્રીજી ટેસ્ટમાં તે ઇજા કારણે રમી શક્યો નહીં. તાજા રેન્કિંગમાં સ્મિથના ખાતામાં 904 રેટિંગ પૉઇન્ટ છે, વળી વિરાટ કોહલીના ખાતામાં 903 રેટિંગ પૉઇન્ટ છે.
જો સ્મિથ એશીઝની બચેલી બન્ને ટેસ્ટ મેચોમાં શાનદાર ઇનિંગ રમી લે છે તો નંબર વનની પૉઝિશન પર પોતાની સ્થિતિ મજબૂત કરી લેશે. આ લિસ્ટમાં ત્રીજા સ્થાને ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન છે.It didn't take @stevesmith49 too long to find his way back to No.1 on the @MRFWorldwide ICC Test batting rankings!@ajinkyarahane88 has made some significant strides too ???? pic.twitter.com/UJ7aezeosR
— ICC (@ICC) September 3, 2019
Feels great to get win our first series in the Test Championship. ???????? Thorough performance by the team overall, blessed to be a part of this special unit. ???? pic.twitter.com/83tb8LoJNJ
— Virat Kohli (@imVkohli) September 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
ક્રિકેટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion