શોધખોળ કરો
Advertisement
તો શું ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા જઈ રહ્યો ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી? નામ સાંભળીને ચોંકી જશો
ભારતના સૌથી સફળ ક્રિકેટરો પૈકીનો એક યુવરાજ સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યો છે અને ICC સ્વીકૃત વિદેશી ટી20 લીગમાં ફ્રીલાન્સ ક્રિકેટર તરીકે રમી શકે છે.
નવી દિલ્હી: ભારતના સૌથી સફળ ક્રિકેટરો પૈકીનો એક યુવરાજ સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યો છે અને ICC સ્વીકૃત વિદેશી ટી20 લીગમાં ફ્રીલાન્સ ક્રિકેટર તરીકે રમી શકે છે. પંજાબનો આ ડાબોડી બેટ્સમેન BCCI તરફથી સ્વીકૃતિ મળ્યાં બાદ જ અંતિમ નિર્ણય લેશે તેવું જાણવા મળ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, યુવરાજે સ્વીકારી લીધું છે કે હવે ભારત તરફથી રમવાની તેની શક્યતાઓ ખતમ થઈ ગઈ છે.
આ બાબતની જાણકારી ધરાવનારા BCCIના સૂત્રોએ રવિવારે જણાવ્યું હતું કે, યુવરાજ ઈન્ટરનેશનલ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી સંન્યાસ વિશે વિચારી રહ્યો છે. તેની BCCI સાથે વાત કરવા અને GT20 (કેનેડા), આયરલેન્ડમાં યુરો ટી20 સ્લેમ અને હોલેન્ડમાં રમવા અંગે વધુ સ્પષ્ટતા માંગવાની આશા છે, કારણ કે, તેની પાસે રજૂઆત છે.
BCCIના એક ઉચ્ચ અધિકારી જણાવ્યું કે, જ્યાં સુધી યુવરાજનો સવાલ છે તો અમારે નિયમ જોવા પડશે. જો તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ પણ લે તો પણ BCCIના અંતર્ગત રજિસ્ટર્ડ સક્રિય ટી20 ખેલાડી હોઈ શકે છે.
BCCI અધિકારીએ કહ્યું, ટી10ને ભલે ICC તરફથી સ્વીકૃતિ મળી હોય પણ હજુ પણ આ સ્વીકાર્ય ફોર્મેટ નથી પણ આગળ જ્યારે પણ ખેલાડીઓનો સંઘ આકાર લેશે ત્યારે રિટાયર્મેન્ટ લઈ ચૂકેલા ખેલાડીઓનો મામલો વિચાર માટે આવી શકે છે. જોકે, તે સૈદ્ધાંતિક રૂપે સહમત છે કે, સંન્યાસ લઈ ચૂકેલા ખેલાડીઓને પ્રસ્તાવ મળવા પર બિગ બેશ, CPL અથવા BPLમાં રમવાની પરવાનગી મળવી જોઈએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ગુજરાત
દુનિયા
Advertisement