ભારતની આ સફળતામાં ઈન્ડિયન પ્રીમિયર લીગ અને તેમાંથી આવેલા યુવા ખેલાડીઓનો સિંહફાળો છે. રવિવારે ત્રીજી મેચ બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, આઈપીએલમાં ઘણી આ પ્રકારની મેચો હોય છે. જેમાં ખેલાડી સારું પ્રદર્શન કરતાં હોય છે. આ પ્રકારના પ્રદર્શનથી ખેલાડીઓના આત્મવિશ્વાસમાં ઘણો વધારો થાય છે.
2/4
2006 બાદ ભારત 107 T20 મેચ રમ્યું છે. જેમાંથી 68માં વિજય થયો છે. જ્યારે 36 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતની વિજય ટકાવારી 65.23 છે. જ્યારે નંબર વન 1 ટી20 ટીમ પાકિસ્તાનની વિજય ટકાવારી 65.10 છે.
3/4
વિન્ડિઝ સામે જીત સાથે ટીમ ઈન્ડિયા 126 પોઈન્ટ સાથે બીજા નંબરે આવી ગઈ છે. પાકિસ્તાન 138 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ 118 અંક સાથે અનુક્રમે ત્રીજા અને ચોથા નંબર પર છે. ભારત સામે 3-0થી હારનાર કેરેબિયન ટીમ 103 પોઈન્ટ સાથે સાતમા નંબર પર ધકેલાઈ ગઈ છે.
4/4
નવી દિલ્હીઃ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ T20માં વેસ્ટ ઈન્ડિઝનો 3-0થી વ્હાઇટ વોશ કરવાનો ફાયદો ટીમ ઈન્ડિયાને ICC રેન્કિંગમાં પણ થયો છે. વિન્ડિઝ સામે મળેલી ત્રણ જીતથી ભારત ટી20 રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. ભારતના કટ્ટર હરિફ પાકિસ્તાનનો પ્રથમ નંબર પર દબદબો જળવાઈ રહ્યો છે.