શોધખોળ કરો
Advertisement
ટીમ ઈન્ડિયાને વધુ એક મોટો ફટકો, વર્લ્ડકપ બાદ ટીમનો સાથ છોડશે આ ‘જાદુગર’, જાણો વિગત
ટીમ ઈન્ડિયાના ફિઝિયો પૈટ્રિક ફરહાર્ટે કહ્યું કે, તે વર્લ્ડકપ બાદ કોન્ટ્રાક્ટ ખતમ કરવા માંગે છે. ટીમ ઈન્ડિયામાંથી વિદાય લેવા માટે તેમણે અંગત કારણ ગણાવ્યું છે.
નવી દિલ્હીઃ આઈસીસી ક્રિકેટ વિશ્વકપમાં 2019ના શાનદાર ફોર્મમાં ચાલી રહેલી ટીમ ઈન્ડિયાને શિખર ધવનની ઈજાએ બ્રેક મારી દીધી છે. હાથમાં થયેલા ફ્રેક્ચરના કારણે ધવન ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ધવનના સ્થાને યુવા વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો લાગ્યો છે.
ટીમના વધુ એક સભ્યએ ટીમનો સાથ છોડવાની વાત કરી છે. ટીમ ઈન્ડિયાના ફિઝિયો પૈટ્રિક ફરહાર્ટે કહ્યું કે, તે વર્લ્ડકપ બાદ કોન્ટ્રાક્ટ ખતમ કરવા માંગે છે. ટીમ ઈન્ડિયામાંથી વિદાય લેવા માટે તેમણે અંગત કારણ ગણાવ્યું છે.
પૈટ્રિકે બીસીસીઆઈને સ્પષ્ટ જણાવ્યું કે, તે વર્લ્ડકપ 2019 બાદ ટીમ સાથે તેનો કોન્ટ્રાક્ટ ચાલુ રાખવા માંગતો નથી. પૈટ્રિકની ઈચ્છા બાદ બીસીસીઆઈ અને ટીમ ઈન્ડિયાએ તેને વેસ્ટ ઈન્ડિઝ સીરિઝ સુધી ટીમ સાથે સંકળાયેલા રહેવા માટે કહ્યું હોવાનું જાણવા મળ્યું છે.
પૈટ્રિક ટીમ ઈન્ડિયાનો સફળ ફીઝિયો છે. તેને ટીમ ઈન્ડિયાનો જાદુગર કહેવાય છે. ખેલાડીઓને ફિટ કરવા માટે તે પોતાની સર્વસ્વ આપી છે અને ખેલાડીઓ સમય પહેલા જ ફીટ થઈ જતા હોવાનું કહેવાય છે. પૈટ્રિક છેલ્લા ચાર વર્ષથી ટીમ ઈન્ડિયાની સાથે છે.
ટીમ ઈન્ડિયામાં પાંચમા વિકેટકિપર બેટ્સમેનની થઈ એન્ટ્રી, પણ તૂટી ગઈ આ સુપરહિટ જોડી
અમદાવાદમાં સ્કૂલ વાન ચાલકોની હડતાળ, વિદ્યાર્થીઓ-વાલીઓ પરેશાન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ટેકનોલોજી
Advertisement