શોધખોળ કરો
Advertisement
...તો શું નોકરીની શોધમાં છે આ ભારતીય ક્રિકેટર, સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો CV
અશ્વિને કેપ્શનમાં લખ્યું છે કે તેણ પોતાની દાઢી કાપીને નવા લૂકમાં સીવી બનાવ્યો છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને સોશિયલ મીડિયા પર પોતાનો નવો બાયોડેટા શેર કર્યો છે. પોતાની સ્પિન બોલિગંની સાથે હંમશા નવા નવા પ્રયોગ કરનાર આ બોલરે આ વખતે પોતાની બોલિંગ નહીં પણ પોતાના પ્રેઝન્ટેશનની સાથે નવો પ્રયોગ કર્યો છે. તેણો સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર પોતાનો નવો સીવી અપલોડ કરી ફેન્સની સાતે શેર કર્યો અને રોચક અંદાજમાં પોતના વ્યક્તિત્વની ખુબીઓ દર્શાવી છે.
અશ્વિને CVના ડિસ્ક્રિપ્શનમાં લખ્યુ છે કે, મને જોઈને મહિલાઓ ગીત ગાય છે કે, જુઓ જઈ રહ્યો છે ચૈન્નઈનો સુપર કિંગ. તેમણે પોતાના નિક નેમમાં લખ્યુ- લોકો મને પ્રેમથી બોલર બોલાવે છે. ત્યારબાદ અશ્વિને સ્કિલ સેક્શનમાં લખ્યુ કે, ‘વિપક્ષીઓને પવેલિયન મોકલો’. અશ્વિન ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ બે ટેસ્ટ સીરીઝ રમી રહેલી ભારતીય ટીમના સભ્ય છે. તેમણે વેલિંગટનમાં રમવામા આવેલ પ્રથમ ટેસ્ટ મેચમાં 3 વિકેટ લીધી હતી. અશ્વિન છેલ્લી વખત 2017માં T-20 અને વન-ડે મેચમાં રમ્યા હતા. ત્યારબાદ તેઓ સીમિત ઓવરના કારણે ટીમની બહાર છે.
અશ્વિને કેપ્શનમાં લખ્યું છે કે તેણ પોતાની દાઢી કાપીને નવા લૂકમાં સીવી બનાવ્યો છે. પ્રશંસકોને તેને સવાલ કર્યો છે કે તેમને આ કેવું લાગ્યું. પ્રશંસકોએ જવાબ આપતા તેમને બીજા વિકલ્પ પણ આપ્યા છે. કેટલાક પ્રશંસકે કહ્યું કે માંકડિંગ કરવું તેની સૌથી મોટી પ્રતિભા છે. તમને જણાવી દઈએ કે આઈપીએલની ગત સિઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન રહેલા અશ્વિને રાજસ્થાન રોયલ્સના જોસ બટલરને માકડિંગ રીતે આઉટ કર્યો હતો. જેના કારણે ઘણો વિવાદ થયો હતો. ત્યારથી પ્રશંસકો માટે આ ઓળખ બની ગઈ છે. આર અશ્વિનને વેલિંગટનમાં ભારત અને ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ રમવામાં આવી રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં વિકેટ ઝડપી હતી. જો કે, આ બંને ઇનિંગમાં તે કંઈ ખાસ કમાલ કરી શક્યા ન હતા. બીજી ટેસ્ટ ક્રાઈસ્ટ ચર્ચમાં અશ્વિનની જગ્યા પર રવિન્દ્ર જાડેજાને તક આપવામાં આવશે. જેનું કારણ અશ્વિનની બોલિંગ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement