શોધખોળ કરો
Advertisement
ભારતીય ટીમના બેટિંગ કૉચે કયા ખેલાડીને કહી દીધુ કે જવાબદારીથી બેટિંગ નહીં તો.........
નવનિયુક્ત બેટિંગ કૉચ વિક્રમ રાઠોડે પંતને તેની બેટિંગ સ્ટાઇલ અને કેરલેસ બેટિંગને લઇને ચેતાવણી આપી દીધી છે
નવી દિલ્હીઃ ભારતીય ટીમમાં છેલ્લા કેટલાય સમયથી યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને ધોનીનો અનુગામી સમજાવામાં આવી રહ્યો હતો, હવે પંત પર તલવાર લટકી રહી છે. ભારતીય ક્રિકેટ ટીમના નવનિયુક્ત બેટિંગ કૉચ વિક્રમ રાઠોડે પંતને તેની બેટિંગ સ્ટાઇલ અને કેરલેસ બેટિંગને લઇને ચેતાવણી આપી દીધી છે. કૉચની ચેતાવણી બાદ આજે બીજી ટી20 મેચમાં પંત પર મોટ દબાણ ઉભુ થઇ ગયુ છે.
છેલ્લા થોડા સમયથી વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત બેટિંગ દરમિયાન શોટને લઈ ઘણી આલોચનાનો સામનો કરી રહ્યો છે. પરંતુ પૂર્વ રાષ્ટ્રીય પસંદગીકર્તાએ કહ્યું કે, ફિયરલેસ ક્રિકેટ અને કેયરલેસ ક્રિકેટમાં ઘણું અંતર હોય છે. તમામ યુવા ખેલાડીઓએ આ વાત સમજવાની જરૂર છે. કોઈપણ જાતના ડર વગર ક્રિકેટ રમો તેમ ટીમ ઈચ્છતી હોય છે. અમે ઈચ્છીએ છીએ કે પંત એવા શોટ્સ રમે જે તેને ખાસ બનાવે છે પરંતુ કોઈ બેટ્સમેન બેદકારીભર્યા શોટ રમે તેમ અમે નથી ઈચ્છતા.
રોહિત શર્મા ટેસ્ટમાં ઓપનિંગની સમસ્યા હલ કરી શકે છે? આ પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું, હું વિચારું છું કે તે કોઈપણ ટીમ માટે સારો ખેલાડી છે. રોહિતે ઓપનિંગ કરવું જોઈએ તે વાતનું તમામ લોકોએ સમર્થન કર્યું છે. રોહિત મર્યાદીત ઓવરોમાં શાનદાર બેટિંગ કરી છે પરંતુ તે ટેસ્ટમાં સફળ નથી થઈ શક્યો. જો તેણે ટીમના ગેમ પ્લાનને યોગ્ય રીતે નિભાવી લીધો તો ટીમ માટે અને તેના માટે ઘણું સારું હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion