શોધખોળ કરો
ઈંગ્લેન્ડમાં અત્યાર સુધી આ ભારતીય બેટ્સમેનોનો રહ્યો છે દબદબો, જાણો વિગત
1/6

સુનિલ ગાવસ્કરઃ લિટલ માસ્ટર સુનિલ ગાવસ્કરે 1979માં ઓવલમાં યાદગાર ઈનિંગ રમીને મેચ ડ્રો કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 438 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન સુનીલ ગાવસ્કર અને ચેતન ચૌહાણે 231 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી. જે બાદ ગાવસ્કરે દિલીપ વેંગસરકર સાથે 153 રનની ભાગીદારી કરવા સહિત પોતાની બેવડી સદી પણ ફટકારી હતી.
2/6

સચિન તેંડુલકરઃ 1990ના દાયકામાં સચિન તેંડુલકરની વિકેટ ભારતીય ટીમ માટે ઘણી મહત્વની માનવામાં આવતી હતી. ટેલફોર્ડમાં 1990માં ઈંગ્લેન્ડે ભારતને જીતવા 408 રનનો ટાર્ગેટ આપ્યો હતો. સચિને ધીમી અને મકક્મ બેટિંગ કરીને 119 રનની ઈનિંગ રમી. જેના કારણે ભારતે મેચ ડ્રો કરી હતી. સચિનના આ પ્રદર્શન બદલ તેને બોય ઓફ ધ મેચ પુરસ્કારથી નવાજવામાં આવ્યો.
Published at : 28 Jul 2018 04:31 PM (IST)
View More





















