પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટમાં યાસિરે પહેલી ઇનિંગમાં 8 અને બીજી ઇનિંગમાં 2 વિકેટ ઝડપીને એક દિવસમાં 10 વિકેટ લેવાનો ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.
2/6
3/6
બીજા વિશ્વયુદ્ધ બાદ ટેસ્ટમાં એક દિવસમાં સૌથી વધુ વિકેટો લેવામાં વિનુ માંકડ બાદ ચાર બૉલરો આ કમાલ કરી ચૂક્યા છે. જેમાં ૧૦ વિકેટ-જીમ લેકર (ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ) ઓલ્ડ ટ્રેફોર્ડ, વર્ષ-૧૯૫૬, ૧૦ વિકેટ-અનિલ કુંબલે (પાકિસ્તાન વિરુદ્ધ) દિલ્હી, વર્ષ- ૧૯૯૯, ૧૦ વિકેટ-યાસિર શાહ (ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ) દુબઇ, વર્ષ ૨૦૧૮નો સમાવેશ થાય છે.
4/6
વિનુ માંકડ ભારતીય ટીમનો ખાસ બૉલર હતો, તેનુ આખુ નામ મુલવંતરાય હિંમતલાલ માંડક હતુ, તેનો જન્મ 12 એપ્રિલ 1917ના રોજ ગુજરાતના જામનગર જિલ્લામાં થયો હતો. તે સમયે જામનગર બ્રિટીશ ઇન્ડિયાના બૉમ્બે સ્ટેટમાં આવતુ હતુ.
5/6
નવી દિલ્હીઃ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં એક ખાસ રેકોર્ડ બન્યો છે, પાકિસ્તાની બૉલિંગ સામે ન્યૂઝીલેન્ડ ઘૂંટણીયે પડ્યુ છે. પાકિસ્તાના લેગ સ્પિનર યાસિર શાહે તરખાટ મચાવતા એક દિવસમાં 10 વિકેટ ઝડપી લીધી હતી. આ સાથે જ તેને ખાસ તેને ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે.
6/6
યાસિર શાહ ટીમ ઇન્ડિયાના ગુજરાતના બૉલર વિનુ માંકડના રેકોર્ડને તોડી શક્યો ન હતો. વિનુ માંકડે 1952માં રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ મેચમાં એક દિવસના અંતે સૌથી વધુ 11 વિકેટો ઝડપી હતી. યાસિરને આ રેકોર્ડની બરાબરી માટે એક અને તોડવા માટે બે વિકેટોની જરૂર હતી, પણ તે ઝડપી શક્યો ન હતો. q