શોધખોળ કરો
Advertisement
Video: વિરાટ કોહલીને સ્લેજિંગ કરવું આ બોલરને પડ્યું ભારે, ગુસ્સામાં વિરાટે......
વિરાટે આ ઉજવણી એવા સમયે કરી જ્યારે ભારતની ઇનિંગ્સમાં 16મી ઓવરના ત્રીજા બોલ પર કેસરિકે લૉન્ગ ઓન પર સિક્સર ફટકારી.
નવી દિલ્હીઃ વિન્ડિઝ વિરૂદ્ધ પ્રથમ ટી-20 મેચમાં ઘણાં દિવસ બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો ગુસ્સાવાળું રૂપ જોવા મળ્યું. આ મેચમાં કોહલી અને વિન્ડિઝના ફાસ બોલર કેસરિક વિલિયમ સામ સામે આવી ગયા હતા. ભારતીય કેપ્ટન કોહલીએ મેચની 16મી ઓવરમાં વિલિયમને તેની જ સ્ટાઈલમાં સતત બે બોલ પર બાઉન્ડ્રી ફટકારીને સ્લેજ કર્યો. વીડિયોમાં કેપ્ટન કોહલીને કેરેબિયન બોલર્સ કેસરિક વિલિયમ્સના બોલ પર સિક્સ ફટકાર્યા બાદ ચિઠ્ઠી ફાડવાના અંદાજમાં ‘નોટબુક સેલિબ્રેશન’ કરતાં જોઇ શકાય છે.
વિરાટે આ ઉજવણી એવા સમયે કરી જ્યારે ભારતની ઇનિંગ્સમાં 16મી ઓવરના ત્રીજા બોલ પર કેસરિકે લૉન્ગ ઓન પર સિક્સર ફટકારી. કેસરિકે આ બોલ યૉર્કર નાંખવાનો પ્રયત્ન કર્યો હતો અને વિરાટના જબરદસ્ત જવાબથી નિરાશ હતો. આ સમયે વિરાટે પહેલાં એકદમ આરામથી બેટને ઘૂંટણે ટેકવ્યું અને ચિઠ્ઠી ફાડવાના અંદાજમાં ઉજવણી કરી. આપને જણાવી દઇએ કે આ પહેલાં તેણે કેસરિકના બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. કેસરિકની આ ઓવરમાં બીજી એક સિક્સર પંતે ફટકારી હતી જ્યારે આ ઓવરમાં કુલ 23 રન થયા હતા.
વિરાટના દરેક સેલિબ્રેશનની પાછળ કોઇને કોઇ કારણ હોય છે. અહીં પણ એક ખાસ કારણ હતું. જો કે કોહલીએ કેસરિક વિલિયમ્સના એ ઉજવણીનો જવાબ આપ્યો હતો જ્યારે 2017મા ભારતીય કેપ્ટનને કેરેબિયન બોલરે 39 રનના સ્કોર પર આઉટ કર્યા બાદ ઉજવણી કરી હતી. મેચ બાદ જ્યારે કોહલીને એ જશ્ન અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આ સીપીએલ સાથે જોડાયેલ નથી. અસલમાં આ જમૈકા હતું. કેસરિકે મને આઉટ કર્યા બાદ કંઇક આવી જ ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે જમૈકા ટી-20 ઇન્ટરનેશન મેચ દરમ્યાન વિલિયમ્સે કોહલીને 39ના સ્કોર પર આઉટ કરી દીધા હતા અને ચિઠ્ઠી ફાડવાના અંદાજમાં પોતાની ખુશી વ્યકત કરી હતી. વિરાટ કોહલી આ ભૂલ્યા ન હતા. ઇન્ડિટન ક્રિકેટ ટીમના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો વીડિયો શેર કરાયો છે.View this post on InstagramYou do not mess with the Skip! ???????? #TeamIndia #INDvWI @paytm
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
સ્પોર્ટ્સ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion