શોધખોળ કરો
કોચ પસંદગી પર અમે કેપ્ટન કોહલીના મતનું સન્માન કરવુ પડશેઃ કપિલ દેવ
સીએસી આગામી મુખ્ય કોચની નિમણૂક કરશે અને પૂર્વ કેપ્ટન કપિલે આશ્વાસન આપ્યું છે કે તેમની પેનલ પોતાની સર્વશ્રેષ્ઠ ક્ષમતા અનુસાર કામ કરશે

નવી દિલ્હીઃ ત્રણ સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિના વડા મહાન ક્રિકેટર કપિલ દેવે પોતાના સહયોગી શાંતા રંગાસ્વામી સાથે સહમત છે કે કેપ્ટન વિરાટ કોહલીના મતનું સન્માન કરવાની જરૂર છે. સીએસી આગામી મુખ્ય કોચની નિમણૂક કરશે અને પૂર્વ કેપ્ટન કપિલે આશ્વાસન આપ્યું છે કે તેમની પેનલ પોતાની સર્વશ્રેષ્ઠ ક્ષમતા અનુસાર કામ કરશે. કોહલીએ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર રવાના થતા અગાઉ કરેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતું કે, તે હાલના મુખ્ય રવિ શાસ્ત્રીને ફરીથી પસંદ કરવામાં આવે તેનાથી ખુશ થશે. તે સિવાય તેણે કહ્યુ હતું કે મુખ્ય કોચની પસંદગીની લઇને અત્યાર સુધી સીએસીએ તેનો સંપર્ક કર્યો નથી. કપિલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, તે કોહલીનો મત જાણશે, અમારે તમામ લોકોના મતનું સન્માનકરવું જોઇએ. આ ખૂબ મુશ્કેલ નથી. તમે ફક્ત તમારી ક્ષમતા અનુસાર પોતાનું કામ સારી રીતે કરો.
વધુ વાંચો





















