ગત વર્ષે વેઈટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 48 કિલોગ્રામ શ્રેણીમાં ગોલ્ડ મેડલ જીતનારી મીરાબાઈ ચાનૂના નામની પણ ભલામણ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે કરવામાં આવી છે.
2/4
આ પહેલા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને 1997માં અને ભારતને 2011નો વિશ્વકપ અને 2007નો ટી20 વર્લ્ડકપ જીતાડનારા મહેન્દ્ર સિંહ ધોનીને આ પુરસ્કાર આપવામાં આવી ચુક્યો છે.
3/4
એવોર્ડ પસંદગી સમિતિના એક સભ્યએ જણાવ્યું કે, 2016 બાદ બીજી વખત વિરાટ કોહલીના નામની ભલામણ કરવામાં આવી છે. જો કોહલીના નામને ખેલ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડની મંજૂરી મળી જશે તો ખેલ રત્ન પુરસ્કાર મેળવનારો ત્રીજો ક્રિકેટર બની જશે.
4/4
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને દેશની સ્ટાર મહિલા વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુના નામની ભલામણ સોમવારે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર માટે કરવામાં આવી છે. રમત ગમત ક્ષેત્રનું આ સર્વોચ્ચ ભારતીય સન્માન છે.