Women's IPL: મહિલા આઇપીએલનો તખ્તો તૈયાર, આ મહિનાથી શરૂ થશે મહિલાઓ વચ્ચે IPL ટૂર્નામેન્ટ.......
BCCIએ વિમેન્સ IPLની પ્રથમ સિઝન માટે 2023ના માર્ચ મહિનાના સમયને નક્કી કર્યો છે. ગાંગુલીએ પણ સંકેત આપી દીધો છે કે આગામી માર્ચમાં પ્રથમ વખત વિમેન્સ IPL રમાશે
Women's IPL: આગામી વર્ષના માર્ચ મહિનાના મહિલા ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે બીસીસીઆઇએ પોતાના ઘરેલુ કેલેન્ડરમાં મોટો ફેરફાર કર્યો છે. સામાન્ય રીતે નવેમ્બરથી એપ્રિલ સુધી ચાલનારી મહિલાઓની ઘરેલુ સિઝનને એક મહિનો આગળ લંબાવી દેવામાં આવ્યો છે. 2022-23 માટે સીનિયર મહિલા સિઝન હવે 11 ઓક્ટોબરે ટી20 પ્રતિયોગિતાની સાથે શરૂ થશે અને આગામી વર્ષ ફેબ્રુઆરીમાં અંતર ક્ષેત્રિય વનડે પ્રતિયોગિતાની સાથે સમાપ્ત થશે. ખરેખરમાં, BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહે કેટલાક સમય પહેલાં જાહેરાત કરી હતી કે આગામી વર્ષથી બોર્ડ વિમેન્સ IPLT20 લીગ રમાડશે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગયા સપ્તાહે બર્મિંગહામ ખાતેની કોમનવેલ્થ ગેમ્સની વિમેન્સ T20 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યા બાદ ભારતની મહિલા ક્રિકેટર્સને આઇપીએલ જેવી ટૂર્નામેન્ટની જરૂર છે તેવી ચર્ચાએ જોર પકડયું છે.
આ પહેલાં પણ બોર્ડ ઉપર વિમેન્સ IPL રમાડવા અંગે સતત દબાણ થતું રહ્યું હતું જેને BCCIએ શરૂઆતમાં ટાળવાનો પ્રયાસ કર્યો હતો. સેક્રેટરી જય શાહે મે મહિનામાં IPLની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ જાહેરાત કરી હતી કે વિમેન્સ આઇપીએલ અંગે ઉત્સાહ વધી રહ્યો છે અને શરૂઆતમાં પાંચ કે છ ટીમો વચ્ચે તેની શરૂઆત કરવામાં આવશે.
2023ના માર્ચમાં રમાશે મહિલા આઇપીએલ -
BCCIએ વિમેન્સ IPLની પ્રથમ સિઝન માટે 2023ના માર્ચ મહિનાના સમયને નક્કી કર્યો છે. ગાંગુલીએ પણ સંકેત આપી દીધો છે કે આગામી માર્ચમાં પ્રથમ વખત વિમેન્સ IPL રમાશે અને બોર્ડે તેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આ કારણથી બોર્ડે તેની ડોમેસ્ટિક ક્રિકેટ ટૂર્નામેન્ટને એક મહિના પહેલાં શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. મેન્સ આઇપીએલની તારીખો પણ અથડાય નહીં તેનું પણ બોર્ડે ધ્યાન રાખ્યું છે. નવી ડોમેસ્ટિક સિઝન ઓક્ટોબરમાં વિમેન્સ ટૂર્નામેન્ટ સાથે થઈ રહી છે જે 2023ના ફેબ્રુઆરી સુધી રમાશે.
આ પણ વાંચો........
Watch: ચેેતેશ્વર પૂજારાની તોફાની બેટિંગ, એક જ ઓવરમાં 22 રન ફટકાર્યા, ફટકારી આક્રમક સદી
Ahmedabad : પતિ અલગ અલગ છોકરીઓને ઘરે બોલાવી પત્ની સામે જ ઘરમાં બાંધતો શારીરિકસંબંધ, ને પત્ની...
Har Ghar Tiranga: જાણો શું છે હર ઘર તિરંગા અભિયાન, કઈ તારીખ છે ખાસ, કેવી રીતે મેળવશો સર્ટિફિકેટ
Har Ghar Tiranga: શું છે હર ઘર તિરંગા અભિયાન? જાણો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાના નિયમો
SURAT: સુરત સિવિલમાં ડોક્ટરો ઉંઘતા હતાને યુવાન ન કરવાનું કરી બેઠો