શોધખોળ કરો
વર્લ્ડકપ 2019: ભારત સામેની મેચ પહેલા જ વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ફટકો, ઈજાના કારણે આ ખેલાડી થયો બહાર
વેસ્ટ ઈન્ડિઝ ટીમનો ખતરનાક ખેલાડી આંદ્રે રસેલ વર્લ્ડ કપ 2019થી બહાર થઈ ગયો છે. આંદ્રે રસેલના સ્થાને ટીમમાં સુનીલ એમ્બ્રિસનો સમાવેશ કરવામાં આવ્યો છે.
![વર્લ્ડકપ 2019: ભારત સામેની મેચ પહેલા જ વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ફટકો, ઈજાના કારણે આ ખેલાડી થયો બહાર Worldcup Andre Russell has been ruled out from event વર્લ્ડકપ 2019: ભારત સામેની મેચ પહેલા જ વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ફટકો, ઈજાના કારણે આ ખેલાડી થયો બહાર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/06/24200334/russell.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં ગુરુવારે ભારત સામે રમાનારી મેચ પહેલા વેસ્ટ ઈન્ડિઝને મોટો ફટકો લાગ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ ટીમનો ખતરનાક ખેલાડી આંદ્રે રસેલ વર્લ્ડ કપ 2019થી બહાર થઈ ગયો છે. આંદ્રે રસેલના સ્થાને ટીમમાં સુનીલ એમ્બ્રિસનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રસેલ આ પહેલા ન્યૂઝિલેન્ડ સામેની મેચમાં પણ નહોતો રમ્યો. બાંગ્લાદેશ સામેની મેચમાં તે રમ્યો હતો પરંતુ મેચ દરમિયાન મેદાનની અંદર બહાર થતો રહ્યો હતો. આ મેચમાં આંદ્રે રસેલને એમ્પાયરે ચેતવણી પણ આપી હતી કે જે ઈજાને લઈ તમે મેદાનમાં ઉતર્યા છે તે ઈજા માટે વધારાનો ફિલ્ડર નહીં મળે. આઈપીએલમાં રસેલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેના કારણે બે વર્ષ બાદ તેનો વન ડે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ વર્લ્ડકપમાં તે ઈજાથી પરેશાન થયો હતો અને અપેક્ષા મુજબનો દેખાવ પણ કરી શક્યો નહોતો. આંદ્રે રસેલ વેસ્ટ ઈન્ડિઝ તરફથી 56 વન ડે, 47 ટી 20 અને 1 ટેસ્ટ રમ્યો છે. વર્લ્ડકપઃ ભુવનેશ્વરના સ્થાને ટીમ ઈન્ડિયાને આ બોલર કરાવશે નેટ પ્રેક્ટિસ, જાણો વિગત વર્લ્ડકપઃ બાંગ્લાદેશ માટે શાકિબ અલ હસને રચ્યો ઈતિહાસ, જાણો વિગત પ્રેગનન્સિના 26માં સપ્તાહે જિમમાં વર્કઆઉટ કરતી જોવા મળી બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, તસવીર થઈ વાયરલ વડોદરા: ટ્રેનમાં કિન્નરોની દાદાગીરીનો વીડિયો વાયરલAndre Russell has been ruled out of further participation in the event due to an injury to his left knee. https://t.co/qTVlng5QAd
— ANI (@ANI) June 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આરોગ્ય
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)