શોધખોળ કરો
Advertisement
ધોનીએ દ્રવિડના આ ખાસ રેકોર્ડની કરી બરાબરી, હવે માત્ર સચિન જ છે આગળ, જાણો વિગત
ધોનીએ પણ 14 બોલમાં 27 રન ફટકાર્યા હતા. ધોની આજે તેના વન ડે કરિયરની 340મી એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હતો.
લંડનઃ લંડનઃ ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 352 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઓપનર શિખર ધવન (117 રન) અને રોહિત શર્મા(57 રન)એ 127 રનની પાર્ટનરશિપ કરી શાનદાર શરૂઆત અપાવી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ 82 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 27 બોલમાં આક્રમક 48 રન ફટકાર્યા હતા. ધોનીએ પણ 14 બોલમાં 27 રન ફટકાર્યા હતા.
ધોની આજે તેના વન ડે કરિયરની 340મી એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હતો. જેની સાથે જ તેણે દ્રવિડના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી. દ્રવિડે ભારત તરફથી રમતા 340 વન ડેમાં 10889 રન બનાવ્યા છે. જેમાં 12 સદી અને 83 અડધી સદી સામેલ છે.
જ્યારે સચિન તેંડુલકરે 463 વન ડે રમી છે. જેમાં તેણે 18426 રન બનાવ્યા છે. તેમાં 49 સદી અને 96 અડધી સદી પણ સામેલ છે.
સ્ટીવ સ્મિથને ભારતીય ફેન્સ કહી રહ્યા હતા ચીટર, કોહલીએ કરવી પડી આવી અપીલ, જાણો વિગત વર્લ્ડકપ 2019: ઓસ્ટ્રેલિયા સામે રોહિત શર્મા – શિખર ધવનની જોડીએ બનાવ્યા આ મોટા રેકોર્ડ, જાણો વિગત વર્લ્ડકપ 2019: કોહલીનું માસ્ક પહેરીને મેચ જોવા પહોંચ્યા ભારતીય ફેન્સ, જુઓ તસવીરોMost ODI caps for India 🔽 463: Sachin Tendulkar 340: Rahul Dravid 340: MS Dhoni 🙌 The former India captain hit a milestone today! pic.twitter.com/8dhO0df3GD
— ICC (@ICC) June 9, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
ટેકનોલોજી
Advertisement