બારડોલી: બારડોલીના વણેસા ગામના નિશિતે સગા પુત્રને નદીમાં ફેંકી દીધો હતો. જેની ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી જોકે 10માં દિવસે મરોલી નજીક મીંઢાળા નદીમાં પાણીનું સ્તર ઓછું થતાં નિવનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો.
2/5
નિવ પ્રકરણમાં પિતા નિશિત પોલીસને વારંવાર નિવેદનો બદલતો હોવાથી એક એવી પણ આશંકા ચાલતી કે તેણે બાળકને નદીમાં ફેંક્યો જ નહીં હોય. જોકે, મૃતદેહ મળી આવતાં હવે તમા આશંકાનો અંત આવી ગયો છે. નિશિત પાસે ત્રણવાર પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું.
3/5
ફાયરબ્રિગેડ દ્વારા મીંઢોળા નદી આસપાસના ખેતરથી લઈને દરિયા સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં અંતે મરોલી નજીક મીંઢોળા નદી કિનારે રેલવે બ્રીજ નજીકથી માસૂમ નિવનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
4/5
વણેસામાં નિસિત પટેલે પોતાના જ પુત્ર નિવને મીંઢોળા નદીમાં ફેંકી દીધા બાદ તેનો મૃતદેહ મળ્યાં હતો જેની જાણ હત્યારા પિતા નિસિતને કરવામાં થઈ હતી. તે દરમિયાન તેણે પોલીસને પુછ્યું હતું કે, નિવનું મોઢું કેવું હતું? નિવનો મૃતદેહ મળ્યાં બાદ હત્યારા પિતા નિસિત પટેલ પર લોકોમાં વધુ રોષ ભભૂકી રહ્યો છે અને કડક સજા થાય તેવી માંગણીઓ કરી રહ્યાં છે.
5/5
પીએમ રિપોર્ટ પોલીસ માટે પણ મહત્વનો સાબિત થશે. બુધવારે નિવનો મૃતદેહ મળ્યો હોવાની જાણ હત્યારા પિતા નિસિત પટેલને થતાં જ પોલીસને નિવનું મોઢું કેવું હતું જે અંગેનું પુછ્યું હતું. જ્યારે ક્રુર પિતાને મીંઢોળા નદીમાં નિવને નાંખતા પહેલા માસૂમનો ચહેરો દેખાયો ન હતો? જેવા પ્રશ્ન ઉઠ્યા હતાં.