શોધખોળ કરો
સુરતમાં લક્ઝુરિયસ લાઈફ છોડી કરોડપતિ ભાઈ-બહેન લેશે દીક્ષા, જાણો વિગત
1/5

7મીએ સવારે 8.30 કલાકે વરસીદાન શોભાયાત્રા અને બેઠુ વરસીદાન કરવામાં આવશે. રાતે 8.30 કલાકે મુમુક્ષુઓનો વિદાય સમારોહ રાખવામાં આવશે. 8મીએ સવારે 8.30 કલાકે સત્સંગ અને વીસ સ્થાનક પૂજા કરાશે. સાંજે 7 કલાકે મુમુક્ષુઓની વાંદોળી, મહાપૂજા અને આરતી કરવામાં આવશે. 9 ડિસેમ્બરે વહેલી સવારે 4 કલાકે પ્રવજ્યા વિધિનો પ્રારંભ કરાશે. આ પ્રસંગે ત્રણે મુમુક્ષુના પરિવારજનો સહિત પાંચ હજારથી વધુ શ્રાવકો ઉપસ્થિત રહી અનુમોદના કરવામાં આવશે.
2/5

તાપી નદીના કિનારે લબ્ધિવિક્રમ રાજમંદિર ઉભું કરવામાં આવ્યું છે. સમારોહનો પ્રારંભ આજ કરવામાં આવ્યો છે અને મહોત્સવનું સમાપન 9 ડિસેમ્બરે દીક્ષા સાથે થશે. રિવરફ્રન્ટ પર ઉભા કરાયેલા લબ્ધિવિક્રમ રાજમંદિરમાં ત્રણે મુમુક્ષુઓની અનુમોદના માટે મોટી સંખ્યામાં શ્રાવકો ઉપસ્થિત રહેશે. ત્યારબાદ બપોરે 1.30 કલાકે કેસર છાંટણા, સાંજી, મેંદી રસમ અને સાંજે 6 કલાકે સંધ્યાભક્તિ કરાશે.
Published at : 07 Dec 2018 10:09 AM (IST)
View More




















