નોંધનીય છે કે બાળકીની હત્યા બાદ હર્ષ સાંઇએ મૃતદેહને કાળા કલરની કાર મારફતે પાંડેસરા વિસ્તારમાં ફેંકી હતી. જો કે સમગ્ર ઘટનાનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને સુરત પોલીસે દિવસ રાત એક કરી ઉકેલ્યો છે. પોલીસે આ મામલે હર્ષ સાંઇ સહિત ત્રણ જણાની ધરપકડ કરી હતી.
3/5
પોલીસને સુરતની સોમેશ્વર સોસાયટીમાંથી એક લાશ મળી આવી છે. પોલીસના મતે આ લાશ બાળકીની માતાની હોઇ શકે છે કારણ કે બાળકીની માતા ઘટનાના દિવસથી ગુમ છે. પોલીસે બાળકી અને તેની માતાના ડીએનએ ટેસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
4/5
સુરતઃ 11 વર્ષની બાળકી પર રેપ કર્યા બાદ તેની હત્યા કરનારા આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યો હતો. હત્યા બાદ આરોપી હર્ષ સાંઇ રાજસ્થાન ભાગી ગયો હતો જેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો હતો અને આજે અમદાવાદ લવાયો હતો.
5/5
મળતી વિગતો અનુસાર, પાંડેસરા વિસ્તારમાંથી 11 વર્ષીય બાળકીની લાશ મળી હતી. બાળકીનો રેપ કર્યા બાદ તેની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરાઇ હતી. ગુનો કરીને પરિવાર સાથે રાજસ્થાન ભાગી ગયેલા આરોપી હર્ષસાંઈ રામરાજ ગુર્જરને લેવા માટે રાજસ્થાન પહોંચી ગઇ છે. પોલીસનું દ્રઢપણે માનવું છે કે, આ બાળકીની માતાની હત્યા પણ હર્ષસાંઈએ જ કરી હોવી જોઇએ.