આ પ્રતિબંધિત સમય દરમિયાન ટુ-વ્હીલર વાહન ચાલકો ફ્લાય ઓવરબ્રિજના નીચેના રસ્તાનો ઉપયોગ કરી શકશે. જો કોઈ નિમયનો ભંગ કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાવધાની પૂર્વક ઉત્તરાયણની ઉજવણી થાય તે માટે પોલીસ દ્વારા આવો નિર્ણય કરવામાં આવ્યો છે.
2/4
આવા અકસ્માતથી સુરતીઓને બચાવવા માટે સુરત પોલીસે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં પોલીસે તારીખ 14 અને 15 જાન્યુઆરી બે દિવસ સુરતના તમામ ફ્લાય ઓવરબ્રિજ ઉપર બંને સાઈડથી ટુ-વ્હીલર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
3/4
સામાન્ય રીતે ઉત્તરાણના તહેવારમાં કાચના પાઉડરનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવતા દોરીને કારણે અનેક અકસ્માતો થતાં હોય છે. જેમાં ખાસ કરીને ટુ-વ્હીલર વાહન ચાલકોને વધુ ગંભીર ઈજાઓ થતી હોય છે.
4/4
સુરત: ઉત્તરાયણ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ટુ-વ્હીલર વાહન ચાલકોનું ટેન્શન વધી રહ્યું છે. તો આવા સમયે કાતિલ દોરીથી બચવા માટે સુરત પોલીસ દ્વારા ઉત્તરાયણના બે દિવસ ઓવરબ્રિજ પર ટુ-વ્હિલર વાહન ચાલકો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.