આ અકસ્માતમાં રૂદ્રનાથ ઉર્ફે બેજનાથ યાદવ અને ગીરજા શંકર રામ મુરત યાદવાનું મોત થયું છે. મજુરોને કાર નીચે કચડી નાખનાર ક્વોલીસનો ચાલક સહજ જયશંકર (ઇચ્છાપોર પોલીસ સ્ટેશનનો કર્મી)અને રાજુ શંકર શાહ કવાસનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે મોતને ભેટેલા બંને મજુરો પૈકી એક રૂદ્રનાથ ઉર્ફે બેજનાથ યાદવ અને ગીરજા શંકર રામ મુરત યાદવ હોવાનું જાણવા મળ્યું છે.
2/5
પોલીસને ઘટનાસ્થળે કારમાંથી માત્ર દારૂની ત્રણ જ બોટલ મળી હતી. જોકે, સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો હતો. જે લોકો લઈ ગયા હતા.
3/5
આ અંગે મળતી માહિતી પ્રમાણે સોમવારની રાતે પલસાણાના સાતવલ્લા પુલ પરથી પોલીસકર્મી દારૂ ભરેલી ક્વોલિસ કારમાં જઈ રહ્યો હતો, ત્યારે સચીન જીઆઇડીસીના3 ગેટ નંબર-2 પાસે બે મજૂરોને ઉડાડ્યા હતા. જેને કારણે બંનેના મોત થયા હતા. આ અકસ્માત પછી પોલીસકર્મીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ક્વોલિસ પલટી ખાઈ હતી. આ ઘટના પછી લોકો ત્યાં દોડી આવ્યા હતા. બીજી તરફ કારમાંથી નીચે પડેલી વિદેશી દારૂની બોટલોની લૂંટ પણ ચલાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
4/5
આ ઘટના અંગે જાણ થતાં સચીન જીઆઇડીસી પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પોલીસે કાર ચાલક એવાં ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના કર્મી સહજ જયશંકર અને રાજુ શંકર શાહ કવાસની અટકાયત કરી હતી અને તેમને સારવાર માટે સિવિલ લઈ જવાયા હતા.
5/5
સુરતઃ શહેરના સચીન-પલાસાણા રોડ પર કારમાં દારૂ ભરીને જતાં પોલીસે બેને ઉડાડતાં તેમના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. બે લોકોને મોતને ઘાટ ઉતારીને પોલીસ ભાગવા જતાં કાર પલટી ખાઈ હતી. જેને કારણે વિદેશી દારૂની બોટલો કારમાંથી વિખેરાઇ જતાં પોલીસકર્મીનો ભાંડો ફૂટી ગયો હતો. અત્યારે પોલીસ અધિકારીને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.