સુરતઃ- પાર્લેપોઈન્ટ વિસ્તારમાં આવેલી એક્સપરિમેન્ટ સ્કૂલની બાજુમાં આવેલી હાઈરાઈઝ બિલ્ડિંગના આઠમાં માળે સ્લેપ તૂટતા અફડાતફડી સર્જાઈ હતી. શુભમ બિલ્ડિંગમાંના આઠમાં માળે ડ્રોઈંગ રૂમનો સ્લેબ તૂટી પડ્તાં 3 વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જ્યારે ઘટનાની જાણ થતાં ફાયર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે.
2/6
બિલ્ડિંગમાં આઠમો માળ ધરાશાયી થવાની ઘટનાની જાણ થતાં જ ડરના માર્યા લોકો બહાર નીકળી ગયાં હતાં. તો અમુક રહી ગયેલા લોકોને ફાયરબ્રિગેડે ભારે જહેમતપૂર્વક બહાર કાઢ્યાં હતાં. હાલ તમામ લોકોના ચહેરા પર ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
3/6
4/6
5/6
6/6
પોર્લેપોઈન્ટ વિસ્તારમાં એક્સપરિન્ટ સ્કૂલની બાજુમાં આવેલી હાઈરાઈઝ શુભમ બિલ્ડિંગના આઠમાં માળે ડ્રોઈંગ રૂમનો સ્લેબ ઉપરથી ધડાકાભેર તૂટી પડ્યો હતો. જેથી ફ્લેટ નંબર 801ના ડ્રોંઈગ રૂમમાં રહેલી એક મહિલા સહિત બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હતી. જેથી તેમને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.