અનાસ મિર્ઝા નીચે પટકાતાં બીજી ટ્રેનની અડફેટે આવી ગઈ હતી અને ઘટનાસ્થળે જ મોતને ભેટ્યો હતો. ઉલેખનીય છે કે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં આવા જ પ્રકારની લૂંટના કારણે એક યુવકને મોતને ભેટવું પડ્યું હતું.
2/4
અનાસ મિર્ઝાએ ફોનને ન છોડ્યો તો લૂંટારુંએ માથા પર લાકડી મારી દીધી હતી. જેના કારણે અનાસ મિર્ઝા અસંતુલિત થતાં નીચે પટકાયો હતો. અનાસ મિર્ઝા જીલ્લા અલ્પસંખ્યક મોર્ચાના પ્રમુખ હોવાની સાથે કોંગ્રેસમાં લાંબા સમયથી જોડાયેલો પણ હતો.
3/4
સુરતમાં ચાલતી ટ્રેનમાં લૂંટારુંઓથી મોબાઈલ બચાવવાના ચક્કરમાં કોંગ્રેસ મહામંત્રી અનાસ મિર્ઝાનું મોત નીપજ્યું છે. અનાસ મિર્ઝા ટ્રેનમાં ભીડ હોવાના કારણે દરવાજા સાઈડ ઉભો રહ્યો હતો. ત્યારે બે લૂંટારુંઓએ તેના ફોન પર હાથ માર્યો અને ખેચવાની કોશિશ કરી હતી.
4/4
સુરત: સુરતમાં ચાલતી ટ્રેનમાં લૂંટારું અને ચોર ટોળકીઓનો બેફામ આતંક વધી રહ્યો છે. આ આતંકને રોકવા હજી સુધી કોઈ સાવચેતી રાખવામાં આવી નથી. જેના કારણે સુરતમાં ચાલતી ટ્રેનમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.