અત્યારે વેલ્સીને કોર્ટના આદેશ પછી જેલમાં મોકલી દેવામાં આવી હતી. આ પછી તેને મહિલાઓની જનરલ બેરેકમાં મોકલાઇ હતી. જેમાં તેણે એક રાત વીતાવી હતી. હવે વેલ્સીનું જેલમાં રજીસ્ટ્રેશન કરાશે. આ પછી તેને કેદી નંબર અને પ્રિઝનર કાર્ડ અપાશે. વેલ્સીને હાલ હાઈપ્રોફાઇલ મહિલા આરોપીના બેરક નંબર-7માં રાખવામાં આવી છે.
2/3
સુરતઃ સુરતના ચકચારી દિશીત જરીવાલા હત્યા કેસમાં વેલ્સીના રિમાંડ પૂર્ણ થતાં તેને જેલ ભેગી કરવામાં આવી છે. જ્યારે હત્યારે સુકેતુ અને ધીરેન્દ્ર ચાર દિવસના રિમાન્ડ પર છે. આ હાઈપ્રોફાઇલ હત્યા કેસમાં દિશીતની પત્ની વેલ્સીને કોર્ટમાં રજૂ કરવામાં આવી ત્યારે વેલ્સીના જમણા હાથ પર સુકેતુના નામનું ટેટૂ જોવા મળ્યું હતું. આ ટેટૂમાં વેલ્સીએ સુકેતુના નામનો પહેલો અક્ષર એટલે કે એસ ત્રોફાવ્યો છે.
3/3
ગઈ કાલે વેલ્સી, સુકેતુ અને ધીરેન્દ્રને કોર્ટમાં લવાયા, ત્યારે તેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. તમામની નજર વેલ્સી પર મંડાયેલી હતી. જોકે, વેલ્સીએ પોતાનું મોઢું દુપટ્ટાથી બાંધી રાખ્યું હતું અને કોઇની તરફ જોયા વગર કોર્ટમાં જતી રહી હતી. તેને કોર્ટમાં લાવવામાં આવી રહી હતી, ત્યારે સુકેતુ તેની બાજુમાં બેઠો હતો. જોકે, તેણે તેની સામે જોવાનું પણ ટાળ્યું હતું.