પોસ્ટમોર્ટમ કરનાર સ્મીમેરના તબીબ ડો. કાનાણીએ જણાવ્યું હતું કે ફેફસાની બિમારીને કારણે મોત થયું હોય તેવું પ્રાથમિક રિપોર્ટમાં લાગી રહ્યું છે. હેમરેજ કે કોઈ ઈજા થઈ હોય તેવા ચિહ્નો દેખાતા નથી. સેમ્પલ લીધા છે રિપોર્ટ આવ્યા બાદ કારણ સ્પષ્ટ થશે.
2/4
ઢલી પડતા નિકેતને તરત જ સાવરા માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા અમરોલી પોલીસ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને નિકેતના મોતનું સાચું કારણ જાણવા માટે સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી. બનાવ અંગે અમરોલી પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
3/4
કામરેજના શેખપુર ખાતે પટેલ ફળીયામાં રહેતા નિકેત બાબુભાઈ પટેલ(23)ભરૂચમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યા નોકરી શોધી રહ્યો હતો. તેના પિતા સાયણ સુગરમાં નોકરી કરે છે. નિકેત શનિવારે બપોરે કોસાડ ગામ જે.કે. ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા માટે ગયો હતો. જ્યાં તેણે 21 બોલમાં 13 રન ફટકાર્યા હતા. 16મી ઓવરની પહેલી બોલ રમ્યા બાદ અચાનક ચક્કર આવતા તે ઢળી પડ્યો હતો.
4/4
સુરતઃ કોસાડમાં ક્રિકેટ રમતા સમયે અચાનક ચક્કર આવ્યા બાદ ઢપી પડેલા એન્જિનિયર યુવાનનું મોત થયું છે. ચક્કર આવતા જ યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મોતનું કારણ જાણવા માટે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. જોકે યુવકનું મોત ફેફ્સાની બિમારીને કારણે થયું હોવાનું કહેવાય છે. યુવાક ક્રિકેટ રમવા આવ્યો ત્યારે માત્ર 23 બોલમાં 13 બનાવીને ચક્કર આવતા ઢળી પડ્યો હતો.