19 મે 2018ના રોજ સવારે સણિયા ગામના સરપંચે ડિંડોલી પોલીસ સ્ટેશને ફોન કર્યો હતો. સરપંચે કહ્યું હતું કે, ઈકલેરા ચાર રસ્તા પાસે કિશોરસિંહ ગોહીલના ખેતરની નજીક ખેતરાળી નહેરમાંથી એક પ્લાસ્ટિકનો મોટો કોથળો મળી આવ્યો છે. જેમાં હત્યા કરી પેક કરાયેલી લાશ છે. ડિંડોલી પોલીસ મથકના પોઈ વી.એમ. મકવાણા તેમની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે જઈને જોયું તો ત્યાં પ્લાસ્ટિકના મોટા કોથળામાંથી એક ખોપડી બહાર નીકળેલી જોવા મળી હતી.
2/6
સુરતઃ સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનની હદમાં સણિયા ગામની સીમમાં ઈકલેરા ચાર રસ્તા પરના એક ખેતર નજીક ખેતરાળી નહેરમાંથી મહિલા અને બાળકની હત્યા કરાયેલી લાશ ભરેલો પ્લાસ્ટિકનો કોથળો મળી આવ્યો હતો. આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતાં જ ડિંડોલી પોલીસ દોડતી થઈ ગઈ હતી.
3/6
પ્લાસ્ટિકનો કોથળો ખોલવાનો પ્રયત્ન પોલીસે કર્યો હતો પણ કોથળો ખૂલ્યો નહીં એટલે તોડીને જોયું તો અંદરથી એક મહિલાની અને એક બાળકની લાશ જોવા મળી હતી. મહિલાની ઉંમર આશરે 25 વર્ષ અને બાળકની આશરે 5 વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું.
4/6
ત્રણ મહિનાની મહેનત બાદ પોલીસને મહિલા અને બાળકની હત્યાનો ભેદ ઉકેલવામાં સફલળા મળી હતી. સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક આરોપીની પુણે અને એકની સુરતથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યા કરનાર મહિલાનો પ્રેમી અને તેનો મિત્ર છે. ડીંડોલી વિસ્તારમાં જ હત્યા કરવામાં આવી હતી બાદમાં કોથળામાં નાખી ફેંકી દેવામાં આવી હતી. હાલ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
5/6
પ્રાથમિક દ્રષ્ટિએ પંદર દિવસ પૂર્વે મહિલા અને બાળકની હત્યા કરી લાશ ફેંકી દીધી હોવાનું જણાઈ રહ્યું હતું. કારણ કે, લાશ ફૂલી ગઈ હતી અને શરીરમાં જીવાત પડી ગઈ હતી. પોલીસે બન્ને લાશને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલે મોકલી આપી હતી.
6/6
ડિંડોલી પોલીસે અજાણી મહિલા અને બાળકની હત્યા કરનારા અજાણ્યા હત્યારા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને 3 મહિને હત્યારાઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે અને બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, હત્યા મહિલાના પ્રેમી અને તેના મિત્ર દ્વારા જ કરવામાં આવી હતી.