શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Airtelનાં ગ્રાહકોને લાગશે મોટો ઝાટકો, કંપનીએ મિનિમમ રિચાર્જ પ્લાનમાં કર્યો આટલો વધારો
મિનિમમ રિચાર્જ મોંઘા થવાની અસર એવા યૂઝર્સ પર પડશે, જે માત્ર કંપનીની સર્વિસીસ સાથે જોડાયેલ રહેવા માગે છે.
નવી દિલ્હીઃ ભારતી એરટેલે પોતાના મિનિમમ મંથલી રિચાર્જ પ્લાન મોંઘા કરી દીધા છે. હવે એરટેલ યૂઝર્સે દર મહિને ઓછામાં ઓછું 45 રૂપિયાનું રિચાર્જ કરાવીને નેટવર્ક સાથે જોડાયેલ રહી શકે છે. પહેલા આ ટેરિફ 35 રૂપિયાનું હતું. કંપનીએ એક વર્ષ બાદ આ ટેરિફમાં ફેરફાર કર્યો છે અને નવો ટેરિફ રવિવારથી લાગુ થઈ ગયો છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસોની છે.
આ ઉપરાંત તમામ બેઝના કોલ દરો પણ વધારી દેવામાં આવી છે. જો ગ્રાહકોને કોલિંગ કરવી હશે તો તેઓને ઓછામાં ઓછા 1.50 રૂપિયા પ્રતિ મિનિટ આપવા પડશે. એટલે કે 2.5 પૈસા પ્રતિ સેકન્ડ ચૂકવવા પડશે. સાથે જ એરટેલે SMSનાં દરોમાં પણ વધારો કર્યો છે. ગ્રાહકોને હવે દરેક એસએમએસ માટે 1 રૂપિયો અને એસટીડી એસએમએસ માટે 1.50 રૂપિયા આપવા પડશે.
કંપનીએ એક નોટિસમાં કહ્યું કે, જો સબ્સક્રાઈબર 45 રૂપિયા અથવા તેનાથી વધારે પ્રીપેડ રિચાર્જ નહીં કરાવે તો એરટલેની પાસે એ પ્લાન બેનિફિટ્સ ન આપવા અને બાકીની સર્વિસીસ ઘટાડી દેવાનો અધિકાર હશે. લિમિટેડ સર્વિસની સાથે 15 દિવસનો ગ્રેસ પીરિયડ કસ્ટમર્સને આપવામાં આવશે. આ ગ્રેસ પીરિયડ ખત્મ થયા બાદ કંપની તરફથી તમામ સર્વિસીસ સસ્પેન્ડ કરવામાં આવશે. વિતેલા મહિને એરટેલ અને વોડાફોન-આઈડિયાએ ટેરિફ પ્લાનમાં 40 ટકા સુધીનો વધારો કર્યો હતો.
મિનિમમ રિચાર્જ મોંઘા થવાની અસર એવા યૂઝર્સ પર પડશે, જે માત્ર કંપનીની સર્વિસીસ સાથે જોડાયેલ રહેવા માગે છે અને લોંગ ટર્મ રિચાર્જ નથી કરાવતા. એરટેલે તરફથી વિતેલા વર્ષે જાહેરાત કરવામાં આવી હતી કે મંથલી રિચાર્જ ન કરાવનાર માર્જિનલ કસ્ટમર્સની સંખ્યા ઘટાડવા માટે કંપનીએ મિનિમમ ટેરિફ 35 રૂપિયા કર્યા હતા. આ રીતે કંપની સરરેશ ઇનકમ પ્રિત યૂઝર પણ વધારવાનો પ્રયત્ન કરી હી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion