શોધખોળ કરો

Phone: લૉન્ચ થઇ ગયો 16GB રેમ અને 50MP કેમેરા વાળો ધાકડ સ્માર્ટફોન, જાણો કિંમત ને ફિચર્સ....

આસુસ જેનફોન 10ની કિંમત 8GB RAM અને 128GB સ્ટૉરેજ સાથેના બેઝ વેરિઅન્ટ માટે EUR 799 (આશરે 71,400 રૂપિયા)થી શરૂ થાય છે

Asus ZenFone 10: સ્માર્ટફોન મેકર કંપની Asus દ્વારા Asus Zenfone 10 ફોનને લૉન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનને ગ્લૉબલી લૉન્ચ કરવામાં આવ્યો છે. આને લેટેસ્ટ Asus સ્માર્ટફોન Asus Zenfone 9નો સક્સેસર માનવામાં આવી રહ્યો છે. આમાં પાવરફૂલ Snapdragon 8 Gen 2 SoC અને 4,300mAh બેટરી છે. ફોનને પાંચ કલર વેરિઅન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. આજકાલ સ્માર્ટફોનમાં ફાસ્ટ ચાર્જિંગ પણ એક જરૂરિયાત વાળુ ફિચર બની ગયું છે, જેને ધ્યાનમાં રાખીને કંપનીએ આમાં 30W ફાસ્ટ ચાર્જિંગની સાથે વાયરલેસ ચાર્જિંગ ફિચર પણ આપ્યું છે. જાણો આ Asus જેનફોન 10 સ્માર્ટફોન વિશે..... 

Asus જેનફોન 10ની કિંમત 
આસુસ જેનફોન 10ની કિંમત 8GB RAM અને 128GB સ્ટૉરેજ સાથેના બેઝ વેરિઅન્ટ માટે EUR 799 (આશરે 71,400 રૂપિયા)થી શરૂ થાય છે. તેના 8 જીબી રેમ અને 256 સ્ટૉરેજવાળા મૉડલની કિંમત 849 યૂરો (લગભગ 75,900 રૂપિયા) રાખવામાં આવી છે. જ્યારે આનું ટોપ વેરિઅન્ટ 16 જીબી રેમ અને 512 જીબી સ્ટૉરેજ સાથે આવે છે, જેને 929 યૂરો (લગભગ 83,000 રૂપિયા)માં ખરીદી શકાય છે.

આસુસ જેનફોન 10 તાજેતરમાં જ યૂરોપમાં લૉન્ચ થયો છે. ફોનને અરોરા ગ્રીન, કૉમેટ વ્હાઇટ, એક્લિપ્સ રેડ, મિડનાઈટ બ્લેક અને સ્ટેરી બ્લૂ જેવા પાંચ કલર્સમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. અન્ય માર્કેટમાં આને આ વર્ષના ત્રીજા ક્વાર્ટર સુધીમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. 

આસુસ જેનફોન 10 સ્પેશિફિકેશન્સ   - 
આસુસ જેનફોન 10ના સ્પેક્સ પર નજર કરીએ તો, ફોન ફૂલએચડી + રિઝૉલ્યૂશન સાથે 5.9-ઇંચ AMOLED ડિસ્પ્લે સાથે આવે છે. આમાં 144Hz નો રિફ્રેશ રેટ છે જે એક સરસ અને સરળ સ્ક્રીન એક્સપીરિયન્સ આપી શકે છે. 1100 નીટ્સની પીક બ્રાઈટનેસ સાથેના ડિસ્પ્લેને કૉર્નિંગ ગૉરિલ્લા ગ્લાસ વિક્ટસની સિક્યૂરિટી આપવામાં આવી છે.

આસુસ જેનફોન 10 Snapdragon 8 Gen 2 SoC દ્વારા સંચાલિત છે જે 4nm પ્રૉસેસિંગ પર બનેલ છે. ગ્રાફિક્સ માટે Adreno 740 GPU સાથે આપવામાં આવ્યું છે. ફોનમાં 16GBની LPDDR5X રેમ અને 512GB સુધીની UFS4.0 ઇનબિલ્ટ સ્ટૉરેજ છે, જેને આકર્ષક સ્પેસિફિકેશન કહી શકાય. તે Android 13 બેઝ્ડ Asus ZenUI પર કામ કરે છે.

જો તમે કેમેરા ડિપાર્ટમેન્ટ પર નજર નાંખશો તો આ Asus ફોન 50-મેગાપિક્સલના સોની IMX766 પ્રાથમિક સેન્સરથી સજ્જ છે. આ સાથે અલ્ટ્રાવાઇડ શૉટ્સ માટે 13 મેગાપિક્સલ સેન્સર પણ આપવામાં આવ્યું છે. ડિવાઇસને સેલ્ફી માટે 32-મેગાપિક્સલ સેન્સર આપવામાં આવ્યું છે. પાવર માટે આમાં 4,300mAh બેટરી છે, જે 30W વાયર્ડ ચાર્જિંગ અને 15W વાયરલેસ ચાર્જિંગને સપૉર્ટ કરે છે. ફોનમાં 3.5mm ઓડિયો જેક પણ અવેલેબલ છે. ઉપરાંત, આ ફોન ધૂળ અને પાણીના નુકસાન સામે રક્ષણ આપવા માટે IP68 રેટેડ છે. ફોનનું ડાયમેન્શન 146.5mm x 68.1mm x 9.4mm અને વજન 172 ગ્રામ છે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
IBPS RRB Recruitment 2024: બેન્કમાં 9000થી વધુ ઓફિસરોના પદ માટે અરજીની વધુ એક તક, અંતિમ તારીખ લંબાવાઇ
IBPS RRB Recruitment 2024: બેન્કમાં 9000થી વધુ ઓફિસરોના પદ માટે અરજીની વધુ એક તક, અંતિમ તારીખ લંબાવાઇ
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Embed widget