Jio, Airtel અને VI આ સસ્તા પ્લાનમાં આપી રહી છે વધુ ડેટા, અનલિમીટેડ કૉલિંગ અને ફ્રી SMS, જાણો રિચાર્જ ઓફર વિશે......
જો તમે ઓછી કિંમતમાં વધુ ડેટા અને કૉલિંગની સુવિધા ઇચ્છતા હોય તો માર્કેટમાં એવા ઘણા પ્રીપેડ પ્લાન્સ અવેલેબલ છે, જે તમારી જરૂરિયાતોને પુરી કરી શકે છે.
નવી દિલ્હીઃ જો તમે ઓછી કિંમતમાં વધુ ડેટા અને કૉલિંગની સુવિધા ઇચ્છતા હોય તો માર્કેટમાં એવા ઘણા પ્રીપેડ પ્લાન્સ અવેલેબલ છે, જે તમારી જરૂરિયાતોને પુરી કરી શકે છે. Jio, Airtel અને Vi યૂઝર્સને 150 રૂપિયાથી ઓછી કિંમતમાં આવા પ્લાન આપી રહ્યાં છે. જાણો આવા પ્લાન વિશે અને શું છે ખાસ........
Reliance Jioનો 149 રૂપિયાનો પ્લાન-
યૂઝર્સને કોઇપણ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની સુવિધા.
દરરોજ 100 એસએમએસ ફ્રી
દરરોજ 1 જીબી ડેટા મળે છે.
પ્લાનની વેલિડિટી 24 દિવસની છે.
જિઓની કૉમ્પ્લીમેન્ટ્રી એપ્સનો એક્સેસ મળે છે.
યૂઝર્સને કુલ મળીને 24 જીબી હાઇ-સ્પીડ ઇન્ટરનેટ ડેટા મળે છે.
Airtelનો 149 રૂપિયાનો પ્લાન-
કોઇપણ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની સુવિધા.
સાથે જ 300 એસએમએસ ફ્રી આપવામા આવે છે.
યૂઝર્સને 2જીબી ડેટા પણ આપવામાં આવે છે.
પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.
Viનો 149 રૂપિયાનો પ્લાન-
કોઇપણ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની સુવિધા.
300 એસએમએસ ફ્રી આપવામા આવે છે.
યૂઝર્સને 2જીબી ડેટા મળે છે.
પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.
Vi™ movies and TVનો એક્સેસ પણ આપવામાં આવી રહ્યો છે.
ગૂગલ, ફેસબુક જેવી ટેકનોલૉજી કંપનીઓ પર 15 ટકા ટેક્સ લગાવવાનો ફેંસલો, G-7 દેશોની વચ્ચે થયો ઐતિહાસિક કરાર
દુનિયાના સૌથી અમીર સાત દેશોની મલ્ટીનેશનલ ટેકનોલૉજી કંપનીઓ પર વધુ ટેક્સ લગાવવાનો ફેંસલો કર્યો છે. જી-7 ગૃપે ગૂગલ, ફેસબુક, એપ અને અમેઝોન જેવી મોટી અમેરિકન કંપનીઓ પર 15 ટકા સુધી ટેક્સ લગાવવાનો ઐતિહાસિક વૈશ્વિક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જી-7 ગૃપમાં સામેલ સાત દેશ છે. બ્રિટન, અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને જાપાન.
બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનકે કહ્યું કે - જી-7 ગૃપના દેશોના નાણાં મંત્રીઓએ લંડનમાં બેઠકોના બીજા અને અંતિમ દિવસે કરાર પર હસ્તાક્ષર કર્યા. સુનકે કહ્યું- મને એ વાતનો આનંદ છે કે આજે વૈશ્વિક કરાધાન પ્રણાલીમાં સુધારા માટે ઐતિહાસિક કરાર કર્યો છે. આમાં એ નક્કી થશે કે યોગ્ય કંપનીઓ યોગ્ય સ્થાન પર યોગ્ય કરની ચૂકવણી કરે.
અમેરિકન નાણાંમંત્રી જેનેટ યેલેન પણ લંડનની બેઠકમાં સામેલ થય. યેલેને કહ્યું કે, આ કરાર 15 ટકાની વૈસ્વિક દર પર પહોંચવાની પ્રક્રિયાને ગતિ આપશે. આનાથી કર ઘટાડવાની ઉલ્ટી સ્પર્ધા અટકશે. અમેરિકા અને દુનિયાના અન્ય દેશોમાં મધ્યમ વર્ગ અને કામકાજી લોકોની સાથે ન્યાય નક્કી થશે. જી-7 ગૃપે ગૂગલ, ફેસબુક, એપ અને અમેઝોન જેવી મોટી અમેરિકન કંપનીઓ પર 15 ટકા સુધી ટેક્સ લગાવવાનો ઐતિહાસિક વૈશ્વિક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જી-7 ગૃપમાં સામેલ સાત દેશ છે. બ્રિટન, અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને જાપાન.