BSNLનો દમદાર પ્લાન લૉન્ચ, સસ્તી કિંમતે મળ છે આટલુ બધુ ઇન્ટરનેટ અને બીજુ ઘણુ........
બીએસએનએલે તાજેતરમાં જ પોતાના 599 રૂપિયા વાળા ઇન્ટરનેટ ડેટા પ્લાનને લૉન્ચ કરી દીધો છે. આ પ્લાન અન્ય પ્રાઇવેટ કંપનીઓ વૉડાફોન-આઇડિયા અને એરટેલ કરતા ઘણો સસ્તો છે. જાણો પ્લાન વિશે......
નવી દિલ્હીઃ દેશમાં મોટી ત્રણેય ટેલિકૉમ કંપનીઓએ પોતાના રિચાર્જ પ્લાનના રેટમાં જોરદાર વધારો ઝીંકી દીધો છે. યૂઝર્સ પણ આ મોંઘા પ્લાનથી ત્રસ્ય થઇ ગયા છે અને સસ્તાં પ્લાન શોધી રહ્યાં છે. આ બધાની વચ્ચે સરકારી કપની બીએસએનએલે પોતાના યૂઝર્સને રાહત આપતો એક સસ્તો પ્લાન લૉન્ચ કરી દીધો છે.
બીએસએનએલે તાજેતરમાં જ પોતાના 599 રૂપિયા વાળા ઇન્ટરનેટ ડેટા પ્લાનને લૉન્ચ કરી દીધો છે. આ પ્લાન અન્ય પ્રાઇવેટ કંપનીઓ વૉડાફોન-આઇડિયા અને એરટેલ કરતા ઘણો સસ્તો છે. જાણો પ્લાન વિશે......
બીએસએનએલનો ધાંસૂ પ્લાન
આ પ્લાનમાં 599 રુપિયાના રિચાર્જ કરાવવા પર તમને દરરોજ 5 GB ઈન્ટરનેટ મળે છે. આ રિચાર્જની વેલિડિટી 84 દિવસની રહેશે. કંપની આ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી ઓફર કરે છે. ખાસ વાત છે કે તેમાં દરરોજ 5જીબી ડેટા ઓફર કરવામાં આવે છે, જે અન્ય તમામ પ્લાન કરતા વધારે છે. તેમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસનો ફાયદો પણ મળે છે. આ સિવાય ગીત, ફિલ્મ તથા મનોરંજન માટે Zing એપનું સબ્સક્રિપ્શન મળે છે.
અન્ય કંપનીઓના પ્લાન-
વોડાફોન-આઈડિયાનો 599 રૂપિયાનો પ્લાન 70 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં ગ્રાહકોને દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવે છે. આ રીતે કુલ 105 જીબી ડેટા મળે છે. તેમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસનો લાભ આપવામાં આવી રહ્યો છે. આ સિવાય બિંઝ ઓલ નાઇટ, વીકેન્ડ ડેટા રોલઓવર અને Vi Movies & TV Classic નું ફ્રી એક્સેસ મળે છે.
એરટેલનો પ્લાન VI કરતા સારી સુવિધા આપે છે, પરંતુ તેમાં વેલિડિટી ઓછી મળે છે. એરટેલના પ્લાનમાં 28 દિવસ માટે દરરોજ 3જીબી ડેટા આપવામાં આવે છે. ખાસ વાત છે કે એરટેલનો પ્લાન Disney + Hotstar સબ્સક્રિપ્શન સાથે આવે છે. તેમાં ગ્રાહકોને દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS આપવામાં આવે છે. આ સિવાય એમેઝોન પ્રાઇમ મોબાઇલ એડિશન ફ્રી ટ્રાયલ, વિંક મ્યૂઝિક, અને ફ્રી હેલોટ્યૂન્સનું સબ્સક્રિપ્શન મળે છે.
આ પણ વાંચો
ફરી એકવાર મૃતક વ્યક્તિના નામે કોરોનાની વેક્સિન અપાઈ હોવાનું કૌભાંડ,જાણો શું છે ઘટના
જામનગરમાં ઓમિક્રોનના નોંધાયેલા પ્રથમ દર્દીનો રિપોર્ટ 10 દિવસ બાદ પણ પોઝીટિવ આવતા ચિંતામાં વધારો