(Source: ECI/ABP News/ABP Majha)
ફેસબુકે રશિયાના વિરોધમાં વધુ એક નિયમ બદલ્યો, લોકોને શું કરવાની અપાઇ છૂટ્ટી, જાણો વિગતે
આ કડીમાં હવે ફેસબુકે એક સ્ટેપ આગળની કાર્યવાહી કરી છે. રિપોર્ટ અનુસાર, ફેસબુકે રશિયન આક્રમણકારીઓની વિરુદ્ધમાં હિંસક ભાષણની અનુમતિ આપવાના નિયમમાં ઢીલ આપી છે.
Russia Ukraine Conflict: યૂક્રેન હુમલા બાદ રશિયા પર દુનિયાભરના તમામ મોટા અને નાના દેશોએ અને કંપનીઓએ દબાણ વધારવાનુ શરૂ કરી દીધુ છે. અમેરિકા અને તેના સહયોગી દેશો જ્યાં એક બાજુ રશિયા પર પ્રતિબંધ લગાવી ચૂક્યા છે. વળી, હવે કેટલીક મોટી કંપનીઓ ખુલીને રશિયા સામે આક્રમક થઇ રહી છે, કેટલીક કંપનીઓએ તો રશિયામાં વેપાર જ બંધ કરી દીધો છે. આ કડીમાં હવે ફેસબુકે એક સ્ટેપ આગળની કાર્યવાહી કરી છે. રિપોર્ટ અનુસાર, ફેસબુકે રશિયન આક્રમણકારીઓની વિરુદ્ધમાં હિંસક ભાષણની અનુમતિ આપવાના નિયમમાં ઢીલ આપી છે.
ફેસબુક પર નથી આ રીતના ભાષણની અનુમતિ -
ફેસબુકની પૉલીસી અનુસાર, આ પ્લેટફોર્મ પર કોઇપણ રીતની હેટ સ્પીચ, હિંસક ભાષણ કે આપત્તિજનક ભાષણની અનુમતિ નથી હોતી. ફેસબુક પર આવી વસ્તુઓ પ્રતિબંધિત છે, પરંતુ યૂક્રેનને સમર્થન આપવા માટે ફેસબુકે હવે આમાં ઢીલ આપી છે. આનાથી લોકો ખુલીને રશિયા વિરુદ્ધ બોલી શકશે અને વિરોધ કરી શકશે.
રશિયાએ થોડાક દિવસો પહેલા ફેસબુક પર લગાવ્યો હતો પ્રતિબંધ -
ઉલ્લેખનીય છે કે પહેલા ફેસબુકે રશિયામાં કેટલાય પ્રકારની કડક પગલા ભર્યા હતા. આ પછી રશિયા ફેસબુક (Facebook) વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા પોતાના ત્યાં ફેસબુક પર પૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દીધો હતો. રશિયા (Russia)ની સેન્સરશીપ એજન્સી સકૉમ્નાડજોરે (Roskomnadzor) ફેસબુક પર રશિયન મીડિયાની સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો.........
ડાયટિંગમાં ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ભરપેટ ખાઇને સરળતાથી ઉતારો વજન, જાણો વેઇટ લોસન કારગર ટિપ્સ
વજન ઉતારવું હોય તો આ બે આદત હોય તો તાત્કાલિક છોડી દો, નહિ તો નહિ મળે રિઝલ્ટ
Skin care tips: પાર્લર જેવો નિખાર મેળવવા માટે આ કારગર ટિપ્સને કરો ફોલો, ઇન્સ્ટન્ટ ગ્લો મળશે
Parenting tips: બાળકની હાઇટ ઓછી હોવાથી પરેશાન છો? તો ડાયટમાં આ ફૂડને કરો સામેલ
પરીક્ષા વિના સરકારી કંપનીમાં મેનેજર બનવાની સુવર્ણ તક, બસ આટલી લાયકાત હોવી જોઈએ, 2 લાખથી વધુ હશે પગાર