શોધખોળ કરો

ઘરમાં ખરાબ ફોન, ટીવી, ફ્રિજ પડ્યા છે તો હવે આ વેબસાઇટ આપશે પૈસા, તમારે કરવું પડશે આ કામ

આવી વસ્તુઓ આપવા પર કંપની તમને તમારા ઓર્ડરમાં થોડું ડિસ્કાઉન્ટ આપશે.

Flipkart: આપણે બધા ઘરોમાં ટીવી, ફ્રીજ, કુલર, વોશિંગ મશીન સહિત અનેક ઘણા ઇલેક્ટ્રિક ડિવાઇસનો ઉપયોગ કરીએ છીએ. ઘણી વખત સતત ઉપયોગને કારણે આ ઉપકરણોને નુકસાન થાય છે. કેટલાક લોકો આ સ્થિતિમાં ઉપકરણને રિપેર કરાવી દે છે તો કેટલાક લોકો નવું ખરીદી લે છે અને જૂનું ડિવાઇસ ફેંકી છે. જો તમારા ઘરમાં જૂનું ડિવાઇસ પડ્યું છે અને તેમાં તમે પૈસા ખર્ચવા નથી માંગતા તો હવે તમે તેના બદલે ઓનલાઈન ઓર્ડર પર ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. વાસ્તવમાં ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટે એક નવો એક્સચેન્જ પ્રોગ્રામ શરૂ કર્યો છે જેમાં કંપની બિન ઉપયોગી ઈલેક્ટ્રોનિક વસ્તુઓને બદલવાની તક આપી રહી છે. એટલે કે આવી વસ્તુઓ આપવા પર કંપની તમને તમારા ઓર્ડરમાં થોડું ડિસ્કાઉન્ટ આપશે.

ફ્લિપકાર્ટે આ પ્રોગ્રામ શરૂ કર્યો છે જેથી લોકો તેમના બંધ થયેલા ડિવાઇસથી છૂટકારો મેળવી શકે અને ઈ-વેસ્ટને ઘટાડી શકે. બંધ થયેલા ડિવાઇસનો નિકાલ કરવા માટે કંપનીએ વિક્રેતાઓ સાથે વાટાઘાટો કરી છે જેઓ ઉપકરણનો યોગ્ય રીતે નિકાલ કરશે. કંપની તેના નિરીક્ષણ પછી તમારા જૂના ડિવાઇસની કિંમત નક્કી કરશે અને તે મુજબ તમને તમારા ઓર્ડર પર ડિસ્કાઉન્ટ મળશે.

જો ડિવાઇસને રિપેર કરી શકાશે તો કંપની તેને રિપેર કરશે અથવા તેને રિસાયકલ કરવામાં આવશે. જો આ બંને શક્ય ન હોય તો કંપની તેને ડિસ્પોઝ માટે મોકલશે. ફ્લિપકાર્ટના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને હેડ ઓફ ન્યૂ બિઝનેસ આદર્શ મેનને જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં ત્રીજો સૌથી મોટો ઈ-વેસ્ટ જનરેટર છે (2019માં 3.2 મિલિયન ટન). MEITY પોલિસી પેપર મુજબ, રિસાયક્લિંગ માટે માત્ર 10 ટકા કચરો એકત્ર થાય છે જે ખૂબ જ ઓછો છે. આપણે આ દિશામાં વધુ કામ કરવાની જરૂર છે જેથી ઈ-વેસ્ટનો નિકાલ યોગ્ય રીતે થઈ શકે.

આદર્શ મેનને વધુમાં જણાવ્યું હતું કે કંપનીનો નવો એક્સચેન્જ પ્રોગ્રામ લોકોને જૂના ઉપકરણોમાંથી નવા ઉપકરણો પર સ્વિચ કરવામાં આર્થિક રીતે મદદ કરશે અને તે પર્યાવરણને બચાવવામાં પણ અસરકારક સાબિત થશે.                           

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી

બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ

Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા

રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી

ABP Premium

વિડિઓઝ

Gujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch VideoSaurashtra rain | સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બોલાવ્યા ભુક્કા, ભાવનગરમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ | Watch VideoRajkot Rain | વહેલી સવારથી ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ નજારો આ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
EPFO Alert: EPFOના પેન્શનના નિયમોમાં ફેરફાર, 23 લાખ કર્મચારીઓને સીધો ફાયદો

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા

Gujarat Rain:ગુજરાતના આ  જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ

Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો  રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ

Embed widget