શોધખોળ કરો

Apple iPhone 15 Launched: 48MP પ્રાઈમરી કેમેરા સાથે લોન્ચ થયો iPhone 15 અને 15 પ્લસ, જાણો કિંમત 

કેલિફોર્નિયામાં Apple હેડક્વાર્ટર 'સ્ટીવ જોબ્સ થિયેટર'માંથી Appleએ વૈશ્વિક સ્તરે iPhone 15 અને 15 Plusને  લોન્ચ કર્યા છે.

Apple iPhone 15 and 15 plus Launched: કેલિફોર્નિયામાં Apple હેડક્વાર્ટર 'સ્ટીવ જોબ્સ થિયેટર'માંથી Appleએ વૈશ્વિક સ્તરે iPhone 15 અને 15 Plusને  લોન્ચ કર્યા છે. બંને સ્માર્ટફોન એપલના ઈતિહાસમાં પ્રથમ વખત 48MP પ્રાઈમરી કેમેરા સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. આનો અર્થ એ થયો કે આ પહેલીવાર છે જ્યારે કંપની કોઈપણ શ્રેણીના બેઝ મોડલમાં 48MP કેમેરા ઓફર કરી રહી છે. બંને ફોન યુએસબી ટાઈપ સી-ચાર્જિંગ પોર્ટ અને મોટી બેટરી ઓફર કરે છે.

કિંમત આ રહેશે 

કિંમત વિશે વાત કરીએ તો, Appleએ iPhone 15નું 128GB વેરિઅન્ટ $799માં અને iPhone 15 Plusનું 128GB વેરિઅન્ટ $899માં લૉન્ચ કર્યું છે. એટલે કે ભારતમાં તમને આ 66,195 રૂપિયા અને 74,480 રૂપિયામાં મળશે. નોંધ, ભારતીય કિંમત કંપનીએ હજુ સુધી શેર કરી નથી.  

Apple iPhone 15 Launched: 48MP પ્રાઈમરી કેમેરા સાથે લોન્ચ થયો iPhone 15 અને 15 પ્લસ, જાણો કિંમત 

કંપનીએ પ્રો વેરિઅન્ટમાં એક એક્શન બટન આપ્યું છે, જેની મદદથી તમે ઘણી વસ્તુઓ કરી શકો છો. આ બટનને ઘણા હેતુઓ માટે કસ્ટમાઇઝ કરી શકાય છે. તેમાં A17 બાયોનિક ચિપસેટ છે. ફોન USB Type-C પોર્ટ સાથે આવે છે. 

કંપનીએ તેમાં ટાઇટેનિયમ બોડીનો ઉપયોગ કર્યો છે. આમાં બેજલ પણ ઓછી કરવામાં આવી છે, જેના કારણે તમને મોટી સ્ક્રીન મળશે. તમે તેને 6.1-ઇંચ અને 6.7-ઇંચની સ્ક્રીન સાઇઝમાં ખરીદી શકો છો. આ સ્ક્રીન સાઈઝ અનુક્રમે iPhone 15 Pro અને iPhone 15 Pro Maxની છે.

Appleના લેટેસ્ટ iPhone 15 અને iPhone 15 Plusમાં યુઝર્સને નવો 48MPનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવ્યો છે. કંપનીએ તેમાં A16 Bionic ચિપસેટ આપી છે, જે ગયા વર્ષના પ્રો વેરિએન્ટમાં ઉપલબ્ધ હતી. નોન-પ્રો મોડલ હવે પરફોર્મન્સની દ્રષ્ટિએ વધુ પાવરફુલ હશે. આમાં તમને વધુ સારું બેટરી બેકઅપ મળશે. કંપનીએ તેમાં વાયર્ડ અને વાયરલેસ કનેક્ટિવિટી બંને વિકલ્પો ઉમેર્યા છે.

Apple Watch Series 9:  લોન્ચ થઈ એપલ સ્માર્ટવોચ સીરીઝ 9

Apple Smartwatch Series 9 લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ આ સીરીઝમાં S9 ચિપનો ઉપયોગ કર્યો છે જે સીરીઝ 8 કરતા વધુ સારું પરફોર્મન્સ આપે છે. આ વખતે નવી સીરીઝમાં કંપનીએ ડબલ ટેપ ફીચર આપ્યું છે જેની મદદથી તમે કોલને કાપી શકો છો અથવા તો ઉપાડી શકો છો. ડબલ ટેપ માટે તમારે બે આંગળીઓને એકસાથે સ્પર્શ કરવી પડશે. તમે સ્ટારલાઇટ, સિલ્વર, મિડનાઇટ અને રેડ કલરમાં Apple સ્માર્ટવોચ સિરીઝ 9 ખરીદી શકશો. 

તમે Apple Watch SE નું નવું મોડલ $249 ની પ્રારંભિક કિંમતે ખરીદી શકો છો. જ્યારે Apple Watch Series 9 ને $399 માં અને Apple Watch Ultra 2 ને $799 માં ખરીદી શકાય છે. તમે આજથી પ્રી-ઓર્ડર કરી શકો છો.

કંપનીએ ગયા વર્ષે એપલ વોચ અલ્ટ્રા લોન્ચ કરી હતી. આ બ્રાન્ડ તેની નેક્સ્ટ જનરેશન સાથે આવી છે. આમાં તમને મોટી સ્ક્રીન અને વોચ 9ના તમામ ફીચર્સ મળશે. આના પર તમને મોડ્યુલર અલ્ટ્રા નામનો એક્સક્લુઝિવ વોચ ફેસ મળશે, જે દિવસ અને રાત બંને સ્થિતિમાં અલગ-અલગ રીતે કામ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Embed widget